પાકિસ્તાનનાં ગુણગાન ગાઇ રહેલ અલગતાવાદીઓ સાથે ચર્ચા નહી : મૌલવીઓ

નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથ સિંહનાં નેતૃત્વમાં કાશ્મીર ગયેલા પ્રતિનિધિમંડળ પરત ફર્યા બાદ મંગળવારે એક તરફતી જ્યારે રાજનાથ સિંહે સમગ્ર મુદ્દે વડાપ્રધાન મોદીને મળીને તમામ માહિતી આપી હતી. બીજી તરફ મંગળવારે લગભગ વાગ્યાની આસપાસ રાજનાથ સિંહને મૌલવીઓનું એક પ્રતિનિધિમંડળ મળ્યું હતું.

ગૃહમંત્રીને મળ્યા બાદ મૌલવીઓએ અલગતવાદીઓની સાથે વાતચીતનાં પ્રયાસો અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો પાકિસ્તાન જિંદાબાદનાં નારાઓ લગાવી રહ્યા છે તો પછી તેવા લોકો સાથે વાતચીત કરવાની શી જરૂર છે ? બીજી તરફ કેન્દ્રગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને તેમને કાશ્મીરની પરિસ્થિતી અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ગૃહમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યુંકે, વડાપ્રધાનને જમ્મુ કાશ્મર ગયેલા સર્વદળીય પ્રતિનિધિમંડળની યાત્રા અંગે માહિતી આપી. તેમણે કાશ્મીરની પરિસ્થીતી અંગે જાણ કરી.

અગાઉ બે દિવસીય યાત્રા પર શ્રીનગર ગયેલ સર્વદળીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ગૃહમંત્રી રાજનાથ સિંગે ગુરૂવારે પત્રકાર પરિષદમાં અલગતાવાદીઓની આકરી ઝાટકણી કાઢી નાખી હતી. રવિવારે દળનાં સભ્યો અલગતાવાદી નેતાઓને મળવા માટે ગયા હતા. જો કે તેમણે વાતચીતનો ઇન્કાર કર્યો તે તો ઠીક પરંતુ નેતાઓ આવ્યા તો ઘરનો દરવાજો ખોલીને આવકારો પણ આપ્યો નહોતો.

You might also like