USનાં રક્ષા મંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત

યૂએસનાં રક્ષા સચિવ જેમ્સ મૈટિસ ભારત આવેલ છે. મંગળવારે(26 સપ્ટેમ્બર) એમણે પોતાનાં પ્રતિનિધિમંડળ સાથે પીએમ મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ યૂએસનાં રક્ષામંત્રી જેમ્સ મૈટિસ સાથે મુલાકાતમાં પોતાની અમેરિકા યાત્રા દરમ્યાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત દરમ્યાન થયેલ વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.

પીએમ મોદીએ યૂએસનાં રક્ષા મંત્રી જેમ્સ મૈટિસ સાથે શાંતિ કાયમ કરવાં અને આંતકવાદને રોકવા માટેનાં સહયોગ અંગે ચર્ચા કરી. મૈટિસે પીએમ મોદીને દ્રિપક્ષીય એજન્ડાને આગળ વધારવા અને એમની અમેરિકાની યાત્રા દરમ્યાન કરવામાં આવેલ નિર્ણયોને લાગુ કરવાં માટેની પ્રગતિને લઇ જાણકારી આપી.

આ પહેલાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી હતી. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે એમની સાથે મુલાકાત કરતાં જણાવ્યું કે પડોશી દેશ તરફથી થઇ રહેલ આતંકવાદી ગતિવિધીઓનાં વિશે જેમ્સ સાથે ચર્ચા કરી. સીતારમણે પણ એવું કહ્યું કે રક્ષા ક્ષેત્રમાં બંને દેશોની સમજદારી છેલ્લાં કેટલાંય વર્ષોથી વધી રહી છે. સીતારમણે સ્પષ્ટ કહીં દીધું કે ભારત અફઘાનિસ્તાનમાં પોતાની સેના નહીં મોકલે પરંતુ તે એનાં વિકાસમાં જરૂર મદદ કરશે.

You might also like