OHH! તો લગ્ન પછી હનીમૂન પર નહી જાય સોનમ-આનંદ

આખરે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નનો દિવસ આખરે આવી પહોંચ્યો છે. લાલ રંગના લહેંગામાં દુલ્હન સોનમ કપૂર એટલી સોહામણી લાગતી હતી કે તેના પરથી નજર જ ન હટે. બાંદ્રામાં થયેલા આ મેરેજમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બોલિવુડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા, આ વચ્ચે ફેન્સ વિચારી રહ્યા હશે કે આ કપલ હનીમૂન પર ક્યાં જઇ રહ્યા છે?

તમને જણાવી દઇએ કે, સોનમ અને આનંદ હાલમાં હનીમૂન પર નહી જઇ શકે. એક રિપોર્ટ અનુસાર, 14મેના સોનમ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થવા જઇ રહી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ આજે જ એટલે કે 8 મેના શરૂ થઇ ગયો છે અને આજે જ સોનમ-આનંદ લગ્નનાં બંધનમાં બંધાયા છે, સોન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એકલી જ જશે અને તેની સાથે આનંદ નહી જોડાય. વાસ્તવમાં એક પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે આનંદ સોનમની સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ નહી લે.

વાસ્તતવમાં પોતાના બિઝી શેડ્યૂલના કારણે આનંદ અને સોનમ ઑક્ટોબર કે નવેમ્બરમાં હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. લગ્ન પછી તરત જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થયા પછી સોનમ પોતાની અપકમિંગ ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ની શૂટિંગ શરૂ કરી દેશે અને સાથે જ પોતાની અપકમિંગ રિલીઝ થનારી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું પ્રમોશન કરશે.

આ પછી સોનમનો ઑગસ્ટમાં સાઉથના સુપરસ્ટાર દિલકર સલમાનની સાથે ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નું શૂટિંગ કરશે. એક રિપોર્ટ અનુસાર, લગ્નના થોડા સમય સુધી સોનમ પોતાનો સમય સાસરાં દિલ્હીમાં વિતાવશે,એટલે કે સોનમ અને આનંદ લગ્ન પછી તરત જ નહી પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં હનીમૂન પ્લાન કરશે.

You might also like