ઉત્તરાખંડઃ બળવાખોર સાંસોદના ભાવિનો થશે આજે નિર્ણય

દહેરાદૂનઃ સાંસદોના ઉત્તરાખંડની વિધાનસભામાં સભ્યપદ સમાપ્ત કરવાના નિર્ણય પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. અધ્યક્ષ ગોવિંદ સિંહ કુંજવાલના નિર્ણયને કારણે બળવાખરો સાંસદોનું સભ્યપદ ખારીજ કરવામાં આવ્યું છે. નૈનીતાલ સ્થિત ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલના જજ યૂસી ધ્યાની સમક્ષ બળવાખોર સાંસદો દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે. આ પહેલાં શનિવારે અધ્યક્ષ કુંજવાલ તરફથી પીઢ કોંગ્રેસ નેતા અને તેના અધિવક્તા કપિલ સિબ્બલે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

ગત 18 માર્ચે રાજ્ય વિધાનસભામાં વિનિયોગ વિધેયક પર મત વિભાજનની ભાજપની માંગના સમર્થનમાં ઉતરેલા નવ કોંગ્રેસી સાંસદોનું સભ્યપદ અધ્યક્ષે 27 માર્ચે સમાપ્ત કરી દીધુ હતું. તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હરીશ રાવત સરકાર વિરૂદ્ધ બગાવત કરનાર કોંગ્રેસ સાંસદોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા, પૂર્વ કૃષિ મંત્રી હરક સિંહ રાવત, પ્રદીપ બત્રા, શૌલેન્દ્ર મોહન સિંઘલ, શૈલારાની રાવત, અમૃતા રાવત, ઉમેશ શર્મા કાઉ, કુંવર પ્રણવ સિંહ ચૈમ્પિયન અને સુબોધ ઉનિયાલના નામ શામેલ છે.

ઉત્તરાખંડમાં વણસેલી પરિસ્થિતિને કારણે 27 માર્ચે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું. જે મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

You might also like