ઉત્તરાખંડઃ CM હરિશ રાવતનું સ્ટિંગ ઓપરેશન

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડ કોંગ્રેસના ધારાસભ્ય હરક સિંહ રાવતે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે મુખ્યમંત્રી હરીશ રાવત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સ્ટિંગ ઓપરેશનની એક સીડી બતાવી હતી અને દોવા કર્યો હતો કે તેમાં હરિશ રાવત ધારસભ્યોને પ્રલોભન આપી રહ્યાં છે. હરક સિંહ રાવતે જણાવ્યું હતું કે અમારા 9 ધારાસભ્યો પર જીવનું જોખમ છે. બીજેપીના ધારાસભ્યોને પણ ખરીદવાની કોશિષ કરવામાં આવી રહી છે. ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં ગંભીર માહોલ છે. તેમણે કેન્દ્ર સરકાર સામે માંગણી કરી છે. બધા જ ધારાસભ્યોને સુરક્ષા પૂરી પાડવામાં આવે કારણેકે તેમના જીવ પર ખતરો છે. આ સાથે જ તેમણે હરીશ રાવતની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની પણ માંગ કરી છે. તો આ અંગે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ કિશોર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ સીડી ફેબ્રિકેટેડ છે.  આ પ્રેસકોન્ફરન્સના જવાબમાં હરીશ રાવત પણ પ્રેસકોન્ફરન્સનું આયોજન કરશે.

You might also like