ભારતીય સેનામાં મોટા ફેરફાર, કેટલાક બિનજરૂરી વિભાગ થશે બંધ

કેબિનેટે એક મોટો નિર્ણય લેતા સેનાના કેટલાક બિનજરૂરી વિભાગોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી સેનાના 57 હજાર જવાન અને ઓફિસરોને ફરીથી નવી તૈનાતી આપવામાં આવશે. જાણકારોનું માનીએ તો નવી તૈનાતી બાદ આ જવાન અને ઓફિસરો સીધે લડત વાળા કામ એટલે કે લડાકૂ મોર્ચા પર આવી જશે.

આ નિર્ણય એક તપાસ કમિટીની રિપોર્ટ બાદ લેનામાં આવ્યો છે. સેનામાં આ એક મોટું રિફોર્મ માનવામાં આવી રહ્યું છે. મંગળવારે રક્ષા મંત્રી અરુણ જેટલીતપાસ કમિટીના રિપોર્ટ પર મંજૂરી આપી દીધી છે. લેફ્ટિનેન્ટ જનરલ ડીબી શેખટકરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી.

સરકારે આ કમિટીની ઘણી ભલામણોને માની લીધી છે. સૂત્રઓનું માનીએ તો રક્ષા મંત્રાલયે કમિટીની 65 ભલામણઓને માની લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફરીથી તૈનાતીની આ કાર્યવાહી 2019 સુધી પૂરી કરી લેવામાં આવશે.

કમિટીએ પોતાનો રિપોર્ટ આપતાં કહ્યું હતું કે શું આજે સેનાની આ કવાયતથી એ જગ્યાઓ માટે જવાન અને ઓફિસર મળશે જ્યાં એમની જરૂરીયાત છે.

You might also like