ફ્રાંસની મદદથી બની રહેલી 6 સબમરીનનો ડેટા લીક, પર્રિકરે આપ્યા તપાસના આદેશ

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનામાં શામેલ થવા માટે ફ્રાંસની મદદથી બની રહેલી 6 સબમરીન સાથે જોડાયેલ દસ્તાવેજ અને ડેટા લીક થયા છે. આ લીક વિદેશી મીડિયા દ્વારા થયું હોવાની વાત સામે આવી છે. આ ઘટના બાદ નૌસેનામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે. સુરક્ષામંત્રી પર્રિકરે  આ મામલે નેવી ચીફ પાસે રિપોર્ટ માંગ્યો છે.

મળતી માહિતી મુજબ આ મામલે સંબંધિત દસ્તાવેજ એક ફ્રાંસીસ કંપનીએ લીક કર્યા છે. પર્રિકરે જણાવ્યું છે કે આ અંગે તપાસ ચાલી રહી છે કે આખરે કયા પ્રકારનો ટેડા લીક થયો છે. ફ્રાંસે પણ આ મામલે તપાસના આદેશ કર્યા છે. જે ડેટા લીક થયો છે તે સ્કોર્પિયન ક્લાસ સબમરીનનો હતો. જેને ફ્રાંસના શિપબિલ્ડર ડીસીએનએ ભારત માટે ડિઝાઇન કરી હતી. ભારતની સંવેદનશીલ ર્સ્કોર્પિયન સબમરીનની લડવાની ક્ષમતાઓ અંગેના દસ્તાવેજો લીક થયા હોવાની માહિતી ઓસ્ટ્રેલિયાની મીડિયાએ આપ્યા છે.

22,400 પેજનો આ ખુલાસો ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પેપરે આપ્યો છે. જેમાં લખ્યું છે કે લડવાની ક્ષમતા વાળા સ્કોર્પિયન ક્લાસના સબમરીન્સની આ ડિઝાઇન ઇન્ડિયન નેવી માટે બનાવવામાં આવી હતી. જેના કેટલાક પાર્ટસનો ઉપયોગ ચીલી અને મલેશિયા કરી રહ્યાં છે. બ્રાજીલને પણ વર્ષ 2018માં આ જહાજ મળવાના હતા.

You might also like