પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારત પર લગાવ્યો આતંકવાદીઓને મદદનો આરોપ

લાહોર: પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારત પર તેમના દેશમાં આતંકવાદીઓને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાને એક ભારતીય લોબી પર આરોપ લગાવ્યો હતો કે તે અમેરિકાના તેની સાથે એફ-16 લડાકૂ વિમાનોના સોદાને રોકવાનો ઘણો પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધી એક સીનિયર મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે નવી દિલ્હી પાકિસ્તાનમાં અને ખાસકરીને અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓ અને અલગાવવાદીઓનો સાથ આપી રહી છે.

પાકિસ્તાની મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર રક્ષામંત્રી ખ્વાઝા મોહંમદ આસિફે શનિવારે કહ્યું કે ભારત પાકિસ્તાનમાં, ખાસકરીને બલૂચિસ્તાનમાં આતંકવાદીઓ અને અલગાવવાદીઓને સમર્થન કરી રહ્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય આતંકવાદના મુદ્દો ઉઠાવ્યો હતો. આસિફે દાવો કર્યો હતો કે અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના હુસૈને અમેરિકા તરફથી પાકિસ્તાનને એફ-16 વેચવા વિરૂદ્ધ લામબંધી કરી.

વિદેશી મામલાઓ પર વડાપ્રધાનમંત્રી નવાજ શરીફના સલાહકાર સરતાઝ અજીજે ગુરૂવારે સીનેટ (સંસદનું ઉપરી સદન)ને જણાવ્યું હતું કે ભારતીય લોબી અમેરિકાના નિર્ણયને પલટવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. સીનેટર રેંડ પોલના પ્રસ્તાવના માધ્યમથી સોદાને રોકવા માટે મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે અમેરિકાના વિદેશી સેનાને આર્થિક મદદ હેઠળ આઠ એફ-16 લડાકૂ વિમાનોનો સોદો કરવાનો વિરોધ કર્યો છે.

અમેરિકી કોંગ્રેસે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં અસફળ રહેતાં અને હક્કાની આતંકવાદી સમૂહના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં અસફળ રહ્તાં પાકિસ્તાનને આપવામાં આવતી 45 કરોડ ડોલરની સૈન્ય મદદ પ્રતિબંધિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

You might also like