આમિરના અસહિષ્ણુતાવાળા નિવેદનનો પારિકરે આપ્યો જવાબ

નવી દિલ્હી : કેન્દ્રીય રક્ષા પ્રધાન મનોહર પારિકરે બોલિવુડના અભિનેતા આમિર ખાનના દેશ છોડવાના અસહિષ્ણુતા પર નિવેદનને ઘમંડ ભર્યું બતાવ્યું હતું. રક્ષા પ્રધાન મનોહર પારિકરે ખાનનું નામ લીધા વગર કહ્યું કે એક અભિનેતાએ જણાવ્યું કે તેમની પત્ની ભારત છોડીને બીજે રહેવા જવા માગે છે. આ એક ઘમંડથી ભરેલું નિવેદન છે. જો હું ગરીબ છું અને મારું ઘર નાનું છે તો પણ મારા ઘરથી પ્રેમ કરીશ અને તેને હંમેશા બંગલો બનાવાનું સ્વપ્ન જોઇશ.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં બોલિવુડના અભિનેતા આમીર ખાને અસહિષ્ણુતા પર નિવેદન આપતાં કહ્યું હતું કે વધતી જતી આ ઘટનાઓના કારણે પત્ની કિરણ રાવે સુચન કર્યું હતું કે આપણે દેશ છોડી બીજે રહેવા જતું રહેવું જોઇએ.

You might also like