પઠાણકોટમાં ભારતીય સૈન્યનાં અદમ્ય શોર્ય અને સાહસનો પરચો મળ્યો : પાર્રિકર

પઠાણકોટ : સંરક્ષણ મંત્રી પર્રિકરે પઠાણકોટમાં ખુબ જ મુશ્કેલ પરિસ્થિતીમાં આતંકવાદીઓનાં મનસુબાને નિષ્ફળ કરવા માટે સુરક્ષાબળોનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે જે રીતે આટલા મોટા કેમ્પસમાં લોકોને સુરક્ષા આપતા આપતા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું તે કાબીલે તારીફ છે. જો કે તેમણે તે બાબત પર ચિંતા વ્યક્ત કરી કે આટલી કડક સુરક્ષા છતા પણ આ આતંકવાદીઓ એરબેઝની અંદર કઇ રીતે દાખલ થયા ?
પઠાણકોટ હૂમલા અંગે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાર પર્રિકરે કહ્યું કે હૂમલો કરવા માટે આવેલા તમામ 6 આતંકવાદીઓને ઠાર કરાયા છે. બુધવાર સુધીમાં કોમ્બિંગ ઓપરેશન પણ પુરૂ થઇ જશે. આ હૂમલામાં પાકિસ્તાનનો હાથ હોવા અંગે પાર્રિકરે કહ્યું કે એનઆઇએ તપાસ કરી રહી છે. જો કે આતંકવાદીઓ પાસેથી મળી આવેલી અમુક સામગ્રીઓ પાકિસ્તાની હોવાનાં સંકેતો છે. પાર્રિકરે શહિદ થનારા જવાનોને નમન કર્યું હતું. તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન શહિદ થયેલા જવાનોનાં પરિવારને જે સુવિધાઓ મળે છે તે તમામ સુવિધા પઠાણકોટનાં શહિદોનાં પરિવારને મળશે.
જો કે હૂમલાનો ખાળવામાં આટલો સમય શા માટે લાગ્યો ? જેનાં જવાબમાં પાર્રિકરે જણાવ્યું કે એન્કાઉન્ટર માત્ર 38 કલાક ચાલ્યું છે. પરંતુ કોમ્બિંગ તો હજી પણ ચાલી રહ્યું છે.આ એબેઝમાં 3000 પરિવાર રહે છે. 24.7 કીલોમિટરનાં સ્ટેશનમાં કોઇ પણ કાર્યવાહી કરવી મુશ્કેલ છે અને પરિવારોને બચાવીને કાર્યવાહી કરવી તેનાં કરતા પણ મુશ્કેલ છે. તે ઉપરાંત 5 6 દેશનાં ટ્રેની પણ આ બેઝ સ્ટેશન પર હતા. જેથી તેમનું રક્ષણ કરવું પણ જરૂરી હતું. જો કે આપણા સુરક્ષા દળોએ અદમ્ય શોર્ય અને સાહસનો પરિચય આપીને ખુબ બહાદુરી પુર્વક ઓપરેશન પઠાણકોટને પુરૂ કર્યું છે.

You might also like