મુલાયમે ખોલ્યો પટારો શા માટે દબાવી હતી બોફોર્સની ફાઇલો

લખનઉ : સમાજવાદી પાર્ટીનાં નેતા તથા પૂર્વ રક્ષામંત્રી મુલાયમ સિંહ યાદવે કાલે લખનઉમાં એક કાર્યક્રમમાં રહસ્યોસ્ફોટ કર્યો હતો. ડૉ. લોહિયા લો યુનિવર્સિટીની સ્થાપનાનાં દસમાં વર્ષે આયોજીત સમારંભમાં એક કલાક 22 મિનિટ લાંબા ભાષણમાં મુલાયમસિંહે બોફોર્ટ તોપની ઉપયોગીતા સાથે તિબેટનાં મુદ્દે અટલ બિહારી વાજયેપી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ પ્રસંગે મુલાયમે તેનું પણ રહસ્ય ખોલ્યુ કે તેમણે બોફોર્સ કૌભાંડની ફાઇલો શા માટે દબાવી દીધી હતી.

સમાજવાદી પાર્ટીનાં નેતા મુલાયમસિંહ યાદવે બોફોર્સ અંગે નવુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુનાઇટેડ ફ્રંટની સરકારમાં જ્યારે તેઓ સંરક્ષણ પ્રધાન હતા તો જાણતા હોવા છતા પણ બોફોર્સની ફાઇલો દબાવી દીધી હતી અને તેને આગળ વધારવામાં મોડુ કર્યું હતું. તેમણે કહ્યું કે હું જ્યારે સીમાવર્તી વિસ્તારમાં ગયો તો મે જોયું કે બોફોર્સ યોગ્ય કામ કરી રહી છે. મારા મનમાં વિચાર આવ્યો કે રાજીવજીએ ઘણુ સારૂ કામ કર્યું છે આ જ કારણ છે કે મે ફાઇલો દબાવી હતી. મે વિચાર્યું કે પહેલા જાણી લઉ કે બોફોર્સ કામ કેવું કરી રહ્યું છે. ત્યાર બાદ મે નિર્ણય કર્યો બોફોર્સ મુદ્દાની ફાઇલો દબાવી દીધી.

મુલાયમે કહ્યું કે લોકો કહે છે કે બોફોર્સ રાજીવની ભુલ હતી પરંતુ સંરક્ષણ પ્રધાનની દ્રષ્ટિએ મે જોયું કે તે યોગ્ય કામ કરી રહી છે. તેણે કહ્યું કે દરેક વ્યક્તિ તે નહી સમજી શકે કે એક રાજનેતા કેવી પરિસ્થિતીમાં કામ કરતો હોય છે. લોકો મંત્રીઓને પ્રતિકુળ પરિસ્થિતીઓમાં યાદ કરે છે અને તેઓને વિવિધ પ્રતિક્રિયાઓ પણ મળે છે. નેતાને લોકો ગમે ત્યારે ફોન કરે છે શું કોઇ અધિકારીને કોઇ મોડી રાત્રે ફોન કરે છે.

સમાજવાદી પાર્ટીનાં નેતા મુલાયમસિંહ યાદવે ઓવૈસીને એહસાન ફરામોશ ગણાવ્યો હતો. ઉપરાંત માયાવતીને નેગેટીવ વિચારસરણી વાળી નેતા ગણાવી હતી. તેણે કહ્યું કે સત્તામાં આવતા જ તેણે વિકાસ કાર્ય ઠપ્પ કરી દીધું હતું. તેમણે કહ્યું કે સરહદ પર કોઇ ઉદ્યોગપતિ કે અધિકારીનાં નહી પરંતુ એક ખેડૂત પરિવારનો પુત્ર ફરજ બજાવે છે. માટે સંસાધનો પર પહેલો હક મધ્યમવર્ગ અને ખેડૂતનો છે.

You might also like