ક્રિકેટમાં ખરાબ હાલત, પરંતુ હોકીમાં પાકિસ્તાનને હરાવી મેળવી 7-1થી મોટી જીત

લંડન: લંડનના ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મહત્વની ટક્કર ચાલી રહી છે ત્યારે ભારતીય હોકી ટીમે આપણુ કામ કરી દીધું છે. તેમણે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને વેલી સેન્ટરમાં 7-1થી મોટી હાર આપી. પાકિસ્તાન પર ભારતની આ સૌથી મોટી જીત છે.

આ પહેલા ભારતે પાકિસ્તાનને 2 વાર 7-4થી હરાવ્યું હતું. ભારતે હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલમાં સતત ત્રીજી જીત મેળવી હતી. આ પહેલા તેમણે કેનેડાને 3-0 અને સ્કોટલેન્ડને 4-1થી હાર આપી હતી.

You might also like