સની લિયોન વિરુદ્ધ 100 કરોડના માનહાનિનો કેસ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સની લિયોન વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં 100 કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ થયો છે. આ કેસ ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’માં ભાગ લીધેલી મોડલ પૂજા મિશ્રાએ દાખલ કરાયો છે.

પૂજાએ અરજીમાં કહ્યું છે કે તે બીગ બોસ 5ની પોપ્યુલર કંટેન્સ્ટ હતી અને સની આ શોમાં ઘણા સમય પછી આવી, પૂજાનો આરોપ છે કે સની મિડીયાની સામે તેને બદનામ કરવા વાળા અને અપમાન કરવા વાળા ઇન્ટરવ્યૂ આપે છે જે તેના માટે સનીની ઇર્ષ્યા દેખાડે છે.

પૂજાએ વધુ આરોપ લગાવતા કહ્યું છે કે સની તેની વિરુદ્ધ સિટીના ન્યૂઝપેપરમાં ખોટા નિવેદન આપીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. જેના કરાણે તેને પોતાની ફીક્સ ડિપોઝીટ તોડવી પડી, તેને 70 લખનું નુકસાન ઉઠાવું પડ્યું. કોર્ટ અરજદારની વિનંતી પર કોર્ટે ચુકાદો આપવાનો નિર્ણય કર્યો છે.

જસ્ટીસ નરેશ પાટિલે કહ્યું કે જ્યારે વાતને કોર્ટ સમક્ષ લાવવામાં આવી ત્યારે અરજદાર હાજર નહતો  એટલે કોર્ટને સ્થગિત કરવામાં આવી હતી.

You might also like