દીપિકા પદુકોણ ઘણા બધા બાળકો પેદા કરવા ઇચ્છે છે

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણહાલ પોતાની આગામી ફિલ્મ પદ્માવતીનાં શુટિંગમાં વ્યસ્ત છે. જો કે તેની હોલિવુડ ફિલ્મ XXX ફ્લોપ સાબિત થઇ હતી. દીપિકાએ ઘણી વખત પોતાનાં સપનાઓ અંગે મુક્ત મને બોલતી હોય છે. જો કે આ વખતે તેણે પોતાની જે સપના અંગે વાત કરી તે જાણીને સૌકોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ એક ફેનનાં લેખિત સવાલનાં જવાબમાં કહ્યુ કે તે ઘણા બધા બાળકો પેદા કરવા માંગે છે. ઘણા બધા બાળકોની માં બનવા માંગુ છું. ચાહકે સવાલ પુછ્યો હતો કે તે કયુ કામ છે જે મરતા પહેલા પુરૂ કરવા માંગે છે. જેનાં જવાબમાં તેણે જણાવ્યું હતું.

જ્યારે તેને પુછાયું કે મુસાફરી દરમિયાન તે કઇ વસ્તુ મિસ કરે છે જેનાં જવાબમાં તેણે કહ્યું કે, સાઉથ ઇન્ડિયન ફૂડ રસમ અને રાઇસને ખુબ જ મિસ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટુંક જ સમયમાં દીપિકા પાદુકોણની સંજયલીલા ભણસાળી સાથે ફિલ્મ આવી રહી છે. પદ્માવતીમાં રણવીરસિંહ ઉપરાંત શાહિદ કપુર પણ છે.

You might also like