ફિલ્મ બાજીરાવનું ૬૦ ફૂટનું પોસ્ટર જારી કરવામાં આવ્યું

મુંબઇ: બાજીરાવ મસ્તાની ફિલ્મ નિર્માતાઓ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. કારણ કે, આ ફિલ્મની રજૂઆત હવે ગણતરીના દિવસો રહી ગયા છે. આ ફિલ્મમાં બાજીરાવની ભૂમિકા રણવીરસિંહે અદા કરી છે. રણવીરસિંહના હવે ૬૦ ફૂટ વિશાળ પોસ્ટરને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રણવીર અને ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણશાલી દ્વારા બાજીરાવનો સોલો પોસ્ટર જારી કરવામાં આવ્યો છે. પિરિયડ ડ્રામા ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં રણવીરસિંહ ૧૮મી સદીના મરાઠા યોદ્ધા બાજીરાવની ભૂમિકા અદા કરી રહ્યો છે.

તેનું કહેવું છે કે, તેની સાથે દિપીકા અને પ્રિયંકા ચોપડાની ભૂમિકા રહેલી છે. ખુબ જ જંગી બજેટ સાથે ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણશાલીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે.

રણવીરનું કહેવું છે કે, આ ભૂમિકા કરીને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. આ ફિલ્મની પટકથા અનેક વખત બદલવામાં આવી હતી. સૌથી પહેલા સલમાન ખાન અને ઐશ્વર્યાને લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. મોડેથી સલમાન અને એશ વચ્ચેના સંબંધો તુટતા અન્ય કલાકારો વિશે વિચારમઆ કરાઈ હતી.

જેમાં શાહરુખ ખાન અને રિત્વિક રોશનનો સમાવેશ થાય છે. અંતે આ કોઇ કલાકાર તૈયાર થયા ન હતા જેથી છેલ્લે રણવીરસિંહ અને દિપીકાને લેવાનો નિર્ણય કરાયો હતો. ફિલ્મમાં મસ્તાની તરીકેની ભૂમિકામાં દિપીકા નજરે પડશે. જ્યારે પ્રિયંકા ચોપડા બાજીરાવની પ્રથમ પત્ની કાશીબાઈની ભૂમિકામાં છે.

You might also like