સલમાન ખાન સાથે ‘બિગ બોસ-૧૦’ શરૂ કરશે દીપિકા પદુકોણ

નવી દિલ્હી: ‘બિગ બોસ’ની દસમી સિઝનના પહેલા એપિસોડ દરમિયાન અભિનેત્રી દીપિકા પદુકોણ કાર્યક્રમના હોસ્ટ અભિનેતા સલમાન ખાન સાથે હાજર રહેશે. હોલિવૂડની ફિલ્મમાં ચમકવા જઇ રહેલી ૩૦ વર્ષની અભિનેત્રી ફિલ્મના પ્રચાર માટે ‘બિગ બોસ’માં આવશે. ફિલ્મમાં તેની સાથે અભિનેતા વિન ડીઝલ મુખ્ય ભૂમિકામાં છે. કલર્સ ચેનલના સીઇઓ રાજ નાયકે ટ્વિટર પર આ ન્યૂઝને સમર્થન આપતાં અભિનેત્રીની એક નાનકડી ક્લિપ પોસ્ટ કરી હતી. આ ક્લિપમાં દીપિકા પદુકોણ કહી રહી છે કે ભારતના લોકો અને સેલિબ્રિટી વચ્ચેની લડાઇમાં મને હોલિવૂડનો રોમાંચ અને એકશન મળશે.

નાયકે  ટ્વિટ કર્યું છે કે રોમાંચ શરૂ થઇ રહ્યો છે. બિગ બોસ-૧૦માં કોણ કોણ આવી રહ્યું છે તે માટે જુઓ ૧૬ ઓકટોબરે રાત્રે ૯ વાગ્યે, અત્યારથી તૈયાર થઇ જાઓ. રિયાલિટી શૉમાં પહેલી વાર સેલિબ્રિટીની સાથે સામાન્ય લોકો પણ ભાગ લેવાના છે.

You might also like