દીપિકાએ શેર કરી લગ્ન અને પ્રેગ્નેન્સી અંગે આ વાતો..

મુંબઇઃ બોલિવુડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ આજકાલ ખૂબ જ સમાચારમાં રહી છે. હોલીવુડ ફિલ્મને લઇને હોય, એન્ગેજમેન્ટને લઇને હોય અને બાકી હોય ત્યાં પ્રેગ્નેન્સીને લઇને. જ્યારથી ચાહકોને દીપિકાની સગાઇના અને પ્રેગ્નેન્સીના સમાચાર મળ્યા છે. ત્યારથી તેઓ દુઃખી થઇ ગયા છે. ત્યારે તમને જણાવી દઇએ કે દીપિકા કરીનાની જેમ પ્રેગ્નેન્ટ નથી. આ વાતની સ્પષ્ટતા ખૂદ કરીનાએ હાલમાં જ કરી છે. તેણે તેની એગેજમેન્ટની વાતને નકારતા કહ્યું છે કે હાલ તે ગ્રૃહસ્થીના મૂડમાં નથી.

હાલમાં જ એક ઇવેન્ટમાં દીપિકાએ પોતાના માટે ચાલી રહેલી તમામ અફવાઓનું ખંડન કર્યું છે. દીપિકા થોડા દિવસ પહેલાં જ બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે વેકેશન ગાળી રહી હતી. જ્યાં બંનેના પરિવારજનો પણ તેમની સાથે હતા. ત્યારે એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે રણવીર અને દીપિકાએ છૂપછાપ સગાઇ કરી લીધી છે અને તે પ્રેગનેન્ટ છે. જોકે આવી તમામ અફવાઓનું ખંડન હાલમાં જ દીપિકાએ એક ઇવેન્ટમાં કર્યું છે. તેણે પત્રકારોના તમામ સવાલોના જવાબ આપીને તેની માટે ચાલી રહેલી તમામ અફવાઓનું ખંડન કરી દીધું છે. હાલ તે માત્ર કરીયર પર જ ધ્યાન આપવા માંગે છે. લગ્નનો કોઇ જ ઇરાદો નથી.

 

You might also like