સિદ્ધાર્થની આ ઇચ્છા પૂરી કરશે દીપિકા!

મુંબઇ: બોલીવુડનો જાણીતો અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે કામ કરવા ઇચ્છે છે. સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરનારા સિદ્ધાર્થ હવે કપૂર એન્ડ સન્સ ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ સિદ્ધાર્થે તેની ઇચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે દીપિકા સાથે કામ કરવા ઇચ્છે છે. સિદ્ધાર્થે જણાવ્યું છે કે તે પરિણીતી, આલિયા અને શ્રદ્ધા જેવી યુવા અભિનેત્રીઓની સાથે કામ કરી ચૂક્યો છે અને હવે તે દીપિકા સાથે કામ કરવા માંગે છે. સિદ્ધાર્થનું કહેવું છે કે તે એના માટે ઘણો સારો અનુભવ રહેશે. આ વાત પર દીપિકાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે,”ચલો તબ…ઇંતજાર કિસ બાત કા? જેની પર સિદ્ધાર્થે જવાબ આપતાં કહ્યું હતું કે,’ઓલરાઇટ લાઇટ કેમેરા એક્શન”.

You might also like