રણવીરસિંહ અને દીપિકા પદુકોણ એકસાથે જોવા મળ્યાં એરપોર્ટ પર…

મુંબઇ: બોલિવૂડનું હોટ કપલ દીપિકા પદુકોણ અને રણવીરસિંહ તાજેતરમાં રજાઓ માણીને પરત ફર્યાં છે. ગુરુવારની રાત્રે બંને એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. ત્યાંથી બહાર આવ્યા બાદ બંને પોતપોતાના ઘરે ચાલ્યાં ગયાં, પરંતુ જતાં પહેલાં આ કપલે એકબીજાને ગુડબાય કિસ કરી.

ચર્ચા છે કે બંને સાથે અમેરિકામાં રજાઓ વિતાવીને આવ્યાં છે. અહીં બંનેના મસ્તી કરતા ફોટા ઇન્સ્ટાગ્રામ પર આવ્યા હતા. આ કપલ પોતાના ડ્રીમ વે‌ડિંગ માટે લેક કોમો, લોમ્બાર્ડીની પસંદગી કરી છે. લેક કોમો ઇટાલીનું ત્રીજું સૌથી મોટું લેક છે, જે ૧૪૬ સ્કવેર કિ.મી.માં ફેલાયેલું છે. ચર્ચા છે કે આ બંને ૧૦ નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઇ જશે, જોકે બંનેમાંથી કોઇએ આ અંગે વાત કરી નથી.

તાજેતરમાં દીપિકાને લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યુું કે એક દિવસ તે જરૂર લગ્ન કરવા ઇચ્છશે અને બાળકોની માતા પણ બનવા ઇચ્છે છે. તે પોતાનાં માતા-પિતાની જેમ આદર્શ વૈવાહિક જીવન જીવવા ઇચ્છે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં માત્ર નજીકના લોકો અને પરિવારના સભ્યો જ સામેલ થશે. પ્રી-વે‌િડંગ સેરેમની પહેલાં જ યોજાઇ ચૂકી છે. હવે બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

You might also like