દીપિકા-રણવીરની ફિલ્મ પદ્માવતીના વિરોધમાં હાર્દિક પટેલ

ઉદયપુરઃ સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ હજી શરૂ પણ નથી થયું ત્યાં આ ફિલ્મનો વિરોધ શરૂ થઇ ગયો છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ ચિત્તોડના રાજા રતનસેની પત્ની રાની પદ્મિનીનો રોલ કરી રહી છે. જ્યારે દીપિકાના પતિની ભૂમિકા શાહિદ કપૂર કરી રહ્યો છે. રણવીર સિંહ અલાઉદ્દીન ખિજલીના રોલમાં છે. ત્યારે આ ફિલ્મનો વિરોધ હાર્દિક પટેલની આગેવાનીમાં ચાલી રહેલ પાટીદાર નવનિર્માણ સેના કરી રહ્યો છે. જ્યારે રાજસ્થાનમાં રાજપૂત કરણી સેના પણ આ ફિલ્મનો સખ્ત વિરોધ કરી રહી છે.

હાર્દિક પટેલે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભંસાલીને ચિઠ્ઠી લખીને ચેતાવણી આપી છે કે ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જ્યાં સુધી ભંસાલી આ અંગે આશ્વાસન નહીં આપે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થવા દેવામાં નહીં આવે. જ્યારે રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાએ ફિલ્મનું શૂટિંગ ન થવા દેવાનું જણાવ્યું છે.

કરણી સેનાએ હાર્દિક સાથે વાત કરી લીધી છે. હાર્દિકે ભંસાલીને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે ફિલ્મને ઐતિહાસિક તથ્યોથી અલગ દર્શાવીને રિલીઝ કરવામાં આવી તો કરોડો લોકોની ભાવનાને ઠેસ પહોંચશે. તેવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પણ સામે આવી શકે છે. હાર્દિકે લખ્યું છે કે જો ખોટા તથ્યો સાથે આ ફિલ્મ રજૂ થશે તો તેને સિનેમામાં ઘરોમાં ચાલવા દેવામાં નહીં આવે. હાર્દિકે કહ્યું છે કે રાણી પદ્માવતીનું નામ રાજસ્થાનમાં ખૂબ જ આદારથી લેવાઇ રહ્યું છે. તેમણે ચિત્તોડના આત્મસન્માન માટે 1600 રાણીઓ સાથે ગરમ કુંડમાં કુદીને જીવ આપી દીધો હતો. આવું તેમણે અલાઉદ્દીન ચિખલીના ચિત્તોડગઢ હુમલા દરમ્યાન કર્યું હતું. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે ભંસાલીએ ફિલ્મનું પ્રોડક્શન બંધ કરી પહેલાં રાજપુત નેતાઓ સાથે વાત કરવી જોઇએ. જેથી ફિલ્મમાં મનોરંજનના નામે ઇતિહાસને કોઇ પણ પ્રકારનું નુકશાન ન થાય.

You might also like