દીપિકા પાદુકોણે ખુલ્લેઆમ કહી દીધું રણવીર ‘મારો’ છે

મુંબઇ: રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ સૌથી ફેવરિટ સ્ટાર કપલમાંથી એક છે. તેઓ હંમેશાં એકબીજાની સાથે જોવા મળે છે અને ઘણી વાર એકબીજાની સાથે મસ્તી કરતાં પણ જોવા મળે છે. તેમની આ બધી મસ્તી ફેન્સને તેમની વચ્ચેના સંબંધો માનવા પર મજબૂર કરે છે. હવે આ ફેન્સને તેમનાં લગ્નની પણ રાહ છે.

છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને અનુષ્કા શર્મા અને સોનમ કપૂરનાં લગ્ન બાદથી દીપિકાના લગ્નની પણ ચર્ચાઓ થઇ રહી છે. ત્યાર બાદ એ વાત સામે આવી રહી છે કે રણવીર કપૂરની સાથે પોતાની છેલ્લી રિલેશનશિપ ફેઇલ થઇ જવાને કારણે હવે દીપિકા લગ્ન કરવાથી ડરી રહી છે. આ બધી અફવાઓની વચ્ચે હવે દીપિકાએ ખુલ્લેઆમ કહી દીધું છે કે રણવીરસિંહ માત્ર ‘મારો’ છે.

રણવીરસિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સમુદ્ર કિનારે ઊભેલો રણવીરસિંહ ખૂબ જ હોટ લાગે છે. આ ફોટોને રણવીરસિંહના ઘણા ફેન્સે લાઇક કર્યો છે અને તેની પર કોમેન્ટસ પણ કરી છે, પરંતુ એક કોમેન્ટથી સૌથી સ્પેશિયલ છે તે તેની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુુકોણની છે. દીપિકાએ રણવીરની તસવીર પર કોમેન્ટ કરી ‘માઇન’.

દીપિકાની આ કોમેન્ટે લોકોનું દિલ જીતી લીધું છે તો રણવીરસિંહની કેટલીક ફિમેઇલ ફેન્સનું દિલ તૂટી ગયું છે. તેમણે દીપિકાની કોમેન્ટના રિપ્લાયમાં કહ્યું છે કે રણવીર તેમનો પણ છે. કેટલાકે તો એવું પણ કહ્યું છે કે તેઓ દીપિકા સાથે રણવીરને શેર કરવા ઇચ્છે છે. ફેન્સ માટે દીપિકાની આ કોમેન્ટ ખરેખર ખૂબ જ પ્યારી છે અને તેઓ ખૂબ જ જલદી રણવીર-દીપિકાને લગ્નના બંધનમાં બંધાયેલા જોવા ઇચ્છે છે.

You might also like