દીપિકા માને છે ‘પદ્માવતી’ને સૌથી ચેલેન્જિંગ ફિલ્મ

દીપિકાએ ગયા વર્ષે ‘પિકુ’ અને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ વર્ષે તેને પહેલી વાર હોલિવૂડની ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો અને તે ફિલ્મ ‘ટ્રિપલ એક્સઃ રિટર્ન ઓફ જેન્ડર કેજ’નો ભાગ બની. બોલિવૂડમાં સંજય લીલા ભણસાલી જેવા કમાલના નિર્દેશકે સતત પોતાની ત્રીજી ફિલ્મમાં દીપિકાને લીડ રોલમાં લીધી. તેમની ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ શરૂ થઇ રહ્યું છે. અત્યાર સુધી કરિયરમાં ઘણા પ્રકારની પડકારજનક ભૂમિકાઓ ભજવી ચૂકેલી દીપિકાનું માનવું છે કે ‘પદ્માવતી’ તેના માટે અત્યાર સુધીની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ છે, જોકે તે આ પડકારનો સામનો કરવા તૈયાર પણ છે. દીપિકાએ એક પ્રોડક્શન હાઉસ પણ ખોલી દીધું છે.

પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં તે રણવીરસિંહ સાથે કામ કરી ચૂકી છે અને નિર્દેશક તરીકે ઇમ્તિયાઝ અલીનું નામ પસંદ કરે તેવી પૂરી શક્યતા છે. ઇમ્તિયાઝ સાથે દીપિકાએ ‘તમાશા’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી ધમાલ કરી શકી નહોતી, પરંતુ ઇમ્તિયાઝ સાથે દીપિકાના સંબંધો સારા છે. ઇમ્તિયાઝ હાલમાં શાહરુખ અને અનુષ્કા શર્માની જોડી સાથે ફિલ્મમાં બિઝી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ત્યાર બાદ ઇમ્તિયાઝ પણ ફ્રી થઇ જશે. એવી શક્યતા છે કે ઇરોઝ જેવી મોટી બિઝનેસ કંપની દીપિકાની ફિલ્મ સાથે જોડાશે અને ફાઇનાન્સથી લઇને માર્કેટિંગની તમામ જવાબદારી સંભાળશે. ફિલ્મ ‘તમાશા’ ઉપરાંત ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી દીપિકાની ફિલ્મોમાં ઇરોઝની ભાગીદારી રહી હતી. •
http://sambhaavnews.com/

You might also like