એક્સ લવર્સ રણબીર અને રણવીર વચ્ચે કન્ફ્યૂઝ છે દીપિકા પાદુકોણ

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેનો એક્સ લવર્સ રણબીર કપૂર અને રણવીર સિંહને લઇને કન્ફ્યૂઝ છે. આ કન્ફ્યૂઝન બંને માથી એક સાથે રોમેન્સને લઇને નથી, પરંતુ ફિલ્મ માટે છે.

હકીકતમાં, બોલીવુડની ‘મસ્તાની’ દિપીકાને બે ફિલ્મો માટે કામ કરવાની ઓફર મળી છે જેમાંથી એક ફિલ્મમાં તેના વિરુદ્ધ રણબીર કપૂરને લેવાનો છે તો બીજી ફિલ્મમાં રણવીર સિંહ તેની સાથે હશે. બસ આ વાતને લિને દિપીકા કન્ફ્યૂઝ છે કે તે આ બંને માંથી કોણે પસંદ કરે.

જાણવા મળ્યું છે કે તાજેતરમાં જ દીપિકાએ મુંબઇમાં રણબીર સાથે એક પ્રોજેક્ટ માટે મુલાકાત કરી હતી. ત્યારે, બીજી બાજુ એક ફિલ્મ મેકર રણવીર સિંહને તેમની ફિલ્મમાં લેવાનું વિચારી રહ્યા છે. સમસ્યા એ છે કે તેના હેક્ટિંગ શૂટિંગ શેડ્યૂલ ચાલતાં હોવાથી દીપિકા આમાંથી કોઇ એક જ ફિલ્મમાં કામ કરી શકશે.

You might also like