દીપિકા અને હોમીના આ વીડિયોએ ઇન્ટરનેટ મચાવી ધમાલ

મુંબઇ: ફિલ્મ ‘રાબ્તા’ના આઇટમ સોંગ માટે દીપિકા પાદુકોણની ટ્રેનિંગનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે. ફિલ્મ ‘ફાઇંડિગ ફૈની’ના પ્રોડ્યુસર હોમી અદઝાનિયાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણની સાથે ફની વીડિયો અપલોડ કર્યો છે, જેમાં બંને ખૂબ મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે.

જો કે દીપિકા ફિલ્મ ‘રાબ્તા’ના આઇટમ સોંગ માટે સ્પેશિયલ ટ્રેનિંગ કરી રહી છે અને આ જ વીડિયોને તેમણે ઇંસ્ટાગ્રામમાં અપલોડ કર્યો છે. આ પહેલીવાર નથી કે દીપિકાએ કોઇ ફિલ્મ માટે ખાસ ટ્રેનિંગ લીધી હોય. આ પહેલાં તે હોલીવુડની ‘ટ્રિપલ એક્સ’ની શુટિંગ માટે ફિટનેસ ટ્રેનિંગ કરી ચૂકી છે.

દીપિકા આ ફિલ્મમાં આઇટમ સોંગ કરી રહી છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત અને અને કૃતિ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. ‘રાબ્તા’નું ડાયરેક્શન દિનેશ વિઝાના કરી રહ્યાં છે. રાબ્તા આગામી ફેબ્રુઆરીમાં રિલીજ થઇ શકે છે.


આ ઉપરાંત હોમીએ એક ફોટો પણ અપલોડ કર્યો છે. તમને જણાવી દઇએ કે આ ફોટો હોમીની સાથે દીપિકાના ગાલા ટાઇમ કી, જે ફિલ્મના સેત બુડપેસ્ટમાં લેવામાં આવી છે.

You might also like