અફવાઅોથી ફરક પડતો નથીઃ દીપિકા

દીપિકા પદુકોણ માત્ર યુવતીઅોની નહીં, પરંતુ યુવકોની અાદર્શ છે. તેની સુંદરતા અને દમદાર અભિનયના કારણે િવશ્વભરના કરોડો લોકો તેના દીવાના છે. અાજકાલ દીપિકા રણવીરસિંહ સાથે પોતાના સંબંધોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં બંને એક ફિલ્મી નિર્માતાના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળ્યાં હતાં, જોકે દીપિકા કે રણવીરે ક્યારેય પણ તેમના સંબંધો જાહેરમાં સ્વીકાર્યા નથી. રણવીર સાથેના પોતાના સંબંધોને લઈ દીપિકા કહે છે કે રણવીરસિંહ સાથે મારે બહુ સારો સંબંધ છે. તે મારો ખૂબ જ સારો મિત્ર છે, જ્યાં સુધી અમારા સંબંધોની વાત છે તો તમે મારી કરિયરની શરૂઅાતથી જ જોઈ લો. લોકો અા અંગે ઘણી બધી વાતો ઉડાડે છે. મીડિયામાં ઘણા પ્રકારની અફવાઅો રિલેશન‌િશપને લઈ અાવતી રહેતી હોય છે. મને ખબર નથી કે અા કોઈ પબ્લિસિટી ગેમ છે કે બીજું કાંઈ, પરંતુ હું અાવી બાબતોને દિલ પર લેતી નથી.

દીપિકા હાલમાં ફિલ્મ ‘પદ્માવતી’ને લઈ વ્યસ્ત છે. તે અા ફિલ્મો ઉપરાંત ઘણીબધી જાહેરાતો પણ કરી રહી છે.
શું જાહેરાતોમાંથી થતી કમાણી કોઈ પણ સ્ટારની સમગ્ર કમાણીનો એક મોટો હિસ્સો હોય છે. અા અંગે પૂછતાં દીપિકા કહે છે કે એવું નથી. હા, જાહેરાતોમાંથી પૈસા તો ખૂબ મળે છે, પરંતુ અાવા દરેક ડીલની પાછળ બહુ મોટું કમિટમેન્ટ હોય છે. તમે કોઈ પણ નકામી જાહેરાત કરી શકતા નથી, કેમ કે તેનાથી તમારી ઇમેજ પર અસર પડે. જો હું કોઈ બ્રાન્ડ સાથે જોડાવું તો મને સાઈન કરનારા લોકો એવું જરૂર ઇચ્છે છે કે તેના બદલામાં તેમને પૈસા કમાવવાનો મોકો મળે. જ્યાં સુધી મારી વાત છે, મને કામ કરવાથી રચનાત્મક સંતુષ્ટિ મળે છે, પછી ભલે તે ફિલ્મ હોય કે કોઈ અેડ્ હું એ જ બ્રાન્ડ પસંદ કરું છું, જેના અંગે મને લાગે છે કે હું લોકો સુધી તેમની વાત પહોંચાડી શકીશ. જો મને એમ ન લાગે તો હું એડ્ કરવાનો ઇનકાર કરી દઉ છું. •

You might also like