દીપિકા-રણવીરના લગ્ન થયા નક્કી, જાણો કયા મહિનામાં લઇ શકે છે ફેરા

મુંબઇ: બોલીવુડના લવ બર્ડ્સ રણવીર સિહં અને દીપિકા પાદુકોણની જોડી ઓનસ્ક્રીનની સાથે ઓફસ્ક્રીન પણ ચાહકો ખૂબ પસંદ કરે છે. હાલમાં લગ્નને લઇને અટકળો ખૂબ જ તેજ થઇ ગઇ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર બંનેના પરિવારના લોકોએ મળીને આ વર્ષના અંતમાં ચાર તારીખો નક્કી કરી છે. એમાંથી એક તારીખ પર બસ દીપિકા અને રણવીરની મહોર લાગવાની બાકી છે. જો કે આ બંને હાલમાં જ માલદીવથી પરત ફર્યા છે. એ દરમિયાન આ બંનેના પરિવારનું એકબીજા સાથે મળવાનું ઘણું થયું.

દીપિકા અને રણવીરના પરિવારના લોકોએ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાની તારીખ નક્કી કરી છે. બંને સ્ટાર્સના લગ્ન હિંદુ રીત રિવાજથી જ થશે. તારીખ સાથે વેન્યુ પણ મોટાભાગે નક્કી કરી દેવામાં આવ્યું છે.

આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકોને આમંત્રણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શૂટિંગમાંથી રજા લઇને દીપિકા એની માતા સાથે શોપિંગ કરતી નજરે જોવા મળી હતી. માહિતી એવી પણ મળી છે કે દીપિકા અને રણવીર વિરાટ અને અનુષ્કાની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવા જ ઇચ્છતા હતાં પરંતુ બંન્ને સ્ટાર્સના પેરેન્ટસ આ વાત માટે રાજી થયા નહીં. એટલે ક લગ્ન હવે મુંબઇમાં જ થશે.

You might also like