કમ્પેરિઝન ન થવી જોઈએઃ દીપિકા

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ ટોપ અભિનેત્રીઓમાં સ્થાન પામી ચૂકી છે. દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાએ હોલિવૂડની ફિલ્મમાં પણ કામ કર્યું છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ નામના બનાવી છે. તેથી કોઇ ને કોઇ જગ્યાએ દીપિકા અને પ્રિયંકાની તુલના થઇ રહી છે. દીપિકા કહે છે કે કોઇ વ્યક્તિ સાથે તુલના થાય તે યોગ્ય નથી. હું તો માત્ર એટલું જ કહીશ કે દરેક વ્યક્તિના રસ્તા અલગ હોય છે. દરેક વ્યક્તિની સફર અલગ હોય છે. પ્રિયંકાનો પોતાનો અલગ મુકામ છે અને મારો અલગ. ટીવી પર રજૂ થવાનો મારો પોતાનો અંદાજ છે અને પ્રિયંકાનો અંદાજ અલગ છે.

દીપિકાએ અત્યાર સુધી જે પણ મેળવ્યું છે તેના પર તેના પરિવારને ગર્વ છે. તે કહે છે કે મારો પરિવાર ખૂબ જ સપોર્ટી છે. હું ખુદને જે મુકામ પર લઇને આવી છું તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે. મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ હંમેશાં મારી સાથે છે. રેડ કાર્પેટથી લઇને ટીવી શો સુધી દીપિકાની ફેશનની પસંદગી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તે કહે છે કે હું હંમેશાં એવાં વસ્ત્રો પહેરવા પસંદ કરું છું, જે મને કમ્ફર્ટેબલ લાગે. મારી પાસે એક શાનદાર ટીમ છે, જે મારા વાળ, મેકઅપ અને ફેશન સ્ટાઇલનું ધ્યાન રાખે છે. મને ખુશી છે કે હું જે પણ પહેરું છું તે બધાંને સારું લાગે. કામ કરતાં વધુ ચર્ચા દીપિકાની લવ લાઇફની થતી હોય છે. તે કહે છે કે મને આ બધી બાબતોથી કોઇ ફરક પડતો નથી, કેમ કે હું જાણું છું કે હાલમાં હું સિંગલ છું અને મારી જિંદગી ખુશીથી મારા મન મુજબ જીવી રહી છું. •
http://sambhaavnews.com/

You might also like