કોઈની સાથે દુશ્મની હોતી નથીઃ દીપિકા

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં દીપિકા પદુકોણ અત્યારે સૌથી વધુ કમાતી અભિનેત્રી છે. તે કહે છે કે હું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની પસંદગી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખું છું. હું એ જ બ્રાન્ડ સિલેક્ટ કરું છું, જે મને લાગે છે કે કન્ઝ્યુમર સુધી હું તે વાત પહોંચાડી શકું. હું તેમના મેસેજને જસ્ટિફાઇ કરતી લાગુ ત્યારે જ સાઇન કરું છું. જો મને અંદરથી ફીલિંગ આવતી ન હોય તો હું તે બ્રાન્ડ માટે ના કહી દઉં છું. મારા માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે હું જે પણ કહી રહી છું કે કરી રહી છું તેને જોઇને પબ્લિકના મનમાં વિશ્વાસ આવવો જોઇએ કે હા, દીપિકા સાચું કહી રહી છે અને યોગ્ય કરી રહી છે.

http://sambhaavnews.com/આજકાલ ફિલ્મોમાં હીરોઇનને રિપ્લેસ કરવાનું જાણે ચલણ થઇ ગયું છે. આ પ્રકારના માહોલમાં અભિનેત્રીઓ વચ્ચે મિત્રતા ટકી રહે તેવી શક્યતા કેટલી છે? આ અંગે વાત કરતાં દીપિકા કહે છે કે હું એક સ્પોર્ટ્સ પર્સન છું. મેં એ વ્યક્તિઓ વિરુદ્ધ મેચ રમાતી જોઇ છે, જેમને એકબીજા સાથે પાકી મિત્રતા હોય. મારા માટે આ કોઇ મોટી વાત નથી. આ લોકો એકબીજા સામે રમ્યા બાદ એક રૂમ પણ શેર કરતા હોય છે. આ બધી પ્રોફેશનાલિઝમની વાતો છે. તેના કારણે અમે એકબીજા સાથે દુશ્મની કરતાં નથી. અમે બધાં એકબીજાને જ્યારે પણ મળીએ છીએ ત્યારે લાગણીપૂર્વક જ મળીએ છીએ. છેલ્લા ઘણા સમયથી દીપિકાનાં લગ્નની વાતો ચાલે છે. તે કહે છે કે આગામી થોડાં વર્ષ સુધી હું માત્ર મારી કરિયર પર ધ્યાન આપવા ઇચ્છું છું. લગ્નનો ખ્યાલ મારા મગજમાં પણ નથી. આ અંગે હું સ્પષ્ટ કહેવા ઇચ્છું છું કે હાલમાં હું લગ્ન કરી રહી નથી. •

You might also like