હું સિંગલ છું અને મારી મરજીથી જીવું છુંઃ દીપિકા

સરળ, આત્મવિશ્વાસુ, બિનધાસ્ત, પરંતુ કરિયર ઓરિયેન્ટેડ આજની યુવતીની ઓળખ હોય છે. આ ઓળખની સાથે હજારો છોકરીઓ માટે આદર્શ તેમજ હજારો છોકરાઓના દિલની ધડકન બનેલી દીપિકા પદુકોણ સાડીમાં જેટલી સુંદર લાગે છે તેટલી જ અપીલિંગ બિકિનીમાં દેખાય છે. પોતાના લક્ષ્ય પર નજર રાખીને બેઠેલી દીપિકા પૂર્વગ્રહોથી દૂર છે અને કોઇ પણ સમસ્યા વગર પોતાની વાત કહી દે છે. દીપિકાના કામ કરતાં વધુ ચર્ચા તેના લવ લાઇફની થાય છે. તે કહે છે કે મને આ બધી વાતોથી કોઇ ફરક પડતો નથી. હું હાલમાં સિંગલ છું અને મારી જિંદગી ખુશીથી મારી મરજી મુજબ જીવી રહી છું. સિંગલ છોકરી છોકરાઓ સાથે મિત્રતા રાખે અને તેમને મળે તેમાં ખોટું શું છે. લોકો મારા વિશે ભલે ગમે તે વિચારે, પરંતુ હું કોઇ પણ એવા છોકરા સાથે સંબંધ રાખવા ઇચ્છીશ, જે સિમ્પલ, ઇમાનદાર અને દિલચસ્પ હોવાની સાથે મને હસાવી પણ શકે.

દીપિકાએ શર્ટ્સ અને હોટ પેન્ટથી એક ડિફરન્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવ્યું છે. આ પહેલાં કોઇ પણ અભિનેત્રીએ તેને એટલું પોપ્યુલર કર્યું નથી. દીપિકા કહે છે કે શર્ટ્સ મારા માટે પહેલી પસંદગી નથી. હું તેને માત્ર સ્ક્રીન રોલ માટે જ પહેરું છું. રિયલ લાઇફમાં મને સાડી પહેરવી સૌથી વધુ પસંદ છે. તેને કેરી ત્યારે જ કરો જ્યારે તમે તેમાં કમ્ફર્ટેબલ હો. તમે કોઇ પણ કપડાં પહેરો, તમારો કોન્ફિડન્સ સૌથી વધુ મહત્ત્વનો છે. •
http://sambhaavnews.com/

You might also like