હોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે દીપિકા કેનેડા ગઇ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની પહેલી ફિલ્મ ‘ટ્રિપલ એક્સ: ધ રિટર્ન ઓફ જેંડર કેઝ’ના શૂટિંગ માટે કેનેડા જવા રવાના થઇ ગઇ છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે જાણીતા હોલિવૂડ એક્ટર વિન ડિઝલ પણ છે.
એક એવોર્ડ સમારોહ દરમિયાન રણવીરે દીપિકા કેનેડા ગઇ હોવાની જાણકારી આપી હતી. રણવીરે કહ્યું હતું કે, ‘દીપિકા અમને તારા ઉપર ગર્વ છે. હોલિવૂડની ફિલ્મના શૂટિંગ માટે તમે કેનેડા જઇ રહ્યાં છો તે બદલ અમારા તરફથી શુભેચ્છા. તમે તમારી આ નવી શરૂઆતમાં સફળ થાવ અને હંમેશની જેમ અમને ગૌરવાંવિત કરો.’
દીપિકાના નજીકના સૂત્રોને અનુસાર તે બે દિવસમાં ફિલ્મનું શૂટિંગ પુરુ કરી દેશે. આ ફિલ્મ માટે તેણે પોતાના ફિટનેસ લેવલને પણ વધાર્યું છે. દીપિકાએ તાજેતરમાં જ જીમમાં વર્કઆઉટ કરતો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. સાથે સાથે તેણે આ ફિલ્મના એક્સન હિરો વિન ડિઝલ સાથે આ ફિલ્મના શૂટિંગની લોકેશનની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

You might also like