નેશનલ સિનિયર આર્ચરીઃ દીપિકાકુમારીને બે ગોલ્ડ મેડલ

ફરિદાબાદઃ નેશનલ સિનિયર આર્ચરી ટૂર્નામેન્ટમાં ઝારખંડના તીરંદાજોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ઝારખંડની દીપિકાકુમારીએ રિકર્વની વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા. યજમાન ટીમ હરિયાણાના ખેલાડીઓએ પણ પોતાનું કૌવત દેખાડતા મેડલ જીત્યા. રિકર્વ મિક્સ ડબલ્સમાં દીપિકા અને જયંત તાલુકાદારે ગોલ્ડ મેડલ મેળવ્યો. રિકર્વ સિંગલ્સમાં પણ દીપિકાએ ગોલ્ડ મેડલ જીત્યો. ઝારખંડની અંકિતાને સિલ્વર અને આરએસપીબીની પ્રીતિએ બ્રોન્ઝ મેડલ જીત્યો. પુરુષ રિકર્વ સિંગલ્સમાં પીએસપીબીના અતાનુદાસને ગોલ્ડ મેડલ મળ્યો. બીજા સ્થાને અરુણાચલ પ્રદેશના કે. એન. જેમસનસિંહે સિલ્વર મેડલ હાંસલ કર્યો.
http://sambhaavnews.com/

You might also like