દીપિકા-કેટથી ઓછી નથી સાઉથની અભિનેત્રીઓની ફીસ

મુંબઇઃ  હાઇએસ્ટ પેઇડ અભિનેત્રીઓની બાબતમાં માત્ર બોલિવૂડની અભિનેત્રીઓ જ નહિ, પરંતુ સાઉથની અભિનેત્રીઓ પણ ખૂબ આગળ છે. તેમની ફીસ જાણીને આપણે હેરાન થઇ જઇશું, કેમ કે પૈસાની બાબતમાં તેઓ બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સાઉથની ટોપ ટેન અભિનેત્રીઓની વાત કરીએ તો નયનતારા આ લિસ્ટમાં ટોપ પર છે. તે એક ફિલ્મ માટે અઢીથી ત્રણ કરોડ ચાર્જ કરે છે.
વર્ષ ર૦૦૮માં નયનતારાએ પરિણીત પ્રભુદેવા સાથે ડેટિંગ શરૂ કર્યું. આ સંબંધોને આગળ વધારવા માટે પ્રભુદેવાએ તેની પહેલી પત્ની લતાને છૂટાછેડા આપી દીધા, પરંતુ નયનતારા અને પ્રભુદેવાનો સંબંધ આગળ ન વધી શક્યો. ર૦૧રમાં નયનતારાએ આ સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી.
ર૦૦૩માં ‘મનસિનક્કોર’ મલયાલમ ફિલ્મથી કરિયર શરૂ કરનાર નયનતારાનું અસલ નામ ડાયના મરિયમ કુરિયન છે. તેણે ઓરુવન, રાજારાની, મયૂરી, નાનુમ રાઉડી થાન અને બિલ્લા જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું.
અન્ય એક સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી દરેક ફિલ્મ માટે બેથી ત્રણ કરોડ રૂપિયા લે છે. ર૦૦પના વર્ષમાં ‘સુપર’ ફિલ્મ દ્વારા તેણે કરિયર શરૂ કરી હતી. તેણે બાહુબ‌િલ, સાઇઝ ઝીરો, રુદ્રમાદેવી, સિંઘમ-ર અને મિર્ચી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
તમન્ના ભાટિયા બોલિવૂડમાં કોઇ ખાસ સફળતા ન મેળવી શકી, પરંતુ સાઉથમાં તે લોકપ્રિય નામ છે. પોતાની દરેક ફિલ્મ માટે તમન્ના લગભગ ૧.૭પ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે બાહુબ‌િલ, ઓપિરિ, રિબેલ, આગાડુ અને રાચા જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રેયા સરન પણ સાઉથની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. તે દરેક ફિલ્મ માટે ૧.પ કરોડ રૂપિયા લે છે. તેણે ચંદ્રા, શિવાજી, છત્રપતિ અને પવિત્રા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
સ્પેશિયલ ર૬ અને સિંઘમ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કાજલ અગ્રવાલ પણ સાઉથની જાણીતી અભિનેત્રી છે. તે દરેક ફિલ્મ માટે ૧.પ કરોડ ચાર્જ કરે છે. સાઉથમાં તેણે મગધીરા, થુપ્પાકી, ચંદામામા અને ટેમ્પર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
અક્ષયકુમાર સાથે કામ કરી ચૂકેલી તૃષા કૃષ્ણન પોતાની દરેક ફિલ્મ માટે ૧ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે વર્ષમ, થૂંગાવનમ, પૌર્નામી અને સમર જેવી ફિલ્મોમાં કામ
કર્યું છે.
આ ઉપરાંત હંસિકા મોટવાણી, પ્રિયમ‌િણ, સામંથા રૂથ જેવી અભિનેત્રીઓ ૭૦થી ૯૦ લાખ સુધીની ફીસ લે છે.

You might also like