દીપિકાએ પદ્માવત પછી કોઈ ફિલ્મ નથી કરી સાઈન! લગ્ન નથી કારણ…

70માં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની જોરદાર અપીયરન્સે આપીને દીપિકા પાદુકોણ પરત ફરી છે. પરંતુ દીપિકાએ હજુ સુધી કોઇ ફિલ્મ સાઇન કરી નથી. દીપિકાની છેલ્લી રિલીઝ ‘પદ્માવત’ હતી જેને રિલીઝ થયાના પણ 3 મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છે. તો દીપિકા પાદુકોણની કોઇ પણ ફિલ્મ ઓફરને સ્વીકાર ના કરવા પછળનું કારણ શું છે?

છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં માહિતી મળી રહી હતી કે દીપિકા પોતાના લગ્નનું પ્લનિંગ કરી રહી છે. એના કારણે દીપિકા હાલમાં કોઇ ફિલ્મ સાઇન કરવા ઇચ્છતી નથી અને જીંદગીની સૌથી સારી ક્ષણને એન્જોય કરવા ઇચ્છે છે પરંતુ દીપિકાના નજીકના સૂત્ર અને મિત્રોએ આ માહિતીને ફગાવી દીધી છે.

સૂત્રોનું કહેવું છે કે, ‘લગ્નની યોજનાનો સવાલ છે તો કરિયક એમાં અડચણ નથી. વાસ્તવમાં દીપિકાની કોઇ ફિલ્મ સાઇન ન કરવાનું કારણ એને ઓફર કરવામાં આવતા રોલ્સ છે. દીપિકાને પદ્માવત જેવા કિરદારની શોધ છે જ્યાં તેને અદાકાર તરીકે કામ કરવા વધારે મળ્યું. કિરદાર એવું હોવું જોઇએ જે ફિલ્મમાં પુરુષ કિરદારથી ઓછું ના હોય. એ કન્ટેન્ટનું ખાસ ધ્યાન રાખવા ઇચ્છે છે. પરંતુ હજુ સુધી એને કંઇ એવું મળ્યું નથી.’


સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, ‘એક સમસ્યા દીપિકાની ફી પણ છે. સત્રોએ રેકોર્ડ કરીને કહ્યું હતું અને્ દાવો કર્યો હતો કે ફિલ્મ ‘પદ્માવત’માં એને રણવીર સિંહ અને શાહિદ કપૂરથી વધારે ફી આપવામાં આવી હતી. યશરાજ ફિલ્મ્સ અને કરમ જ્હોરના ધર્મા પ્રોડક્શન્સથી જોડાયેલા માટો બેનરો એને એટલા રૂપિયા આપવા તૈયાર નથી. ‘


દીપિકા પાસે હાલમાં વિશાલ ભારદ્ધાજની એક ફિલ્મ છે. આ ફિલ્મ દીપિકાએ પદ્માવત પહેલા સાઇન કરી હતી. જેમાં એની સાથે ઇરફાન ખાન છે પરંતુ ઇરફાનની બિમારીના કારણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ શક્યું નથી. આ ફિલ્મનું હજુ સુધી કોઇ ટાઇટ રાખવામાં આવ્યું નથી પરંતુ આ એક માફિયા ક્વીનની સાચી ઘટના પર આધારિત છે.

You might also like