શાહિદ સાથે જોડી બનાવવાનું દીપિકાનું સ્વપ્ન સાકાર

મુંબઇઃ સંજય લીલા ભંસાલીની અપકમિંગ પીરિયડ ડ્રામા પદ્માવતીનું શૂટિંગ આખરે પહેલી નવેમ્બરથી શરૂ થઇ ગયું છે. ફિલ્મ શરૂ થતા પહેલાં તેના બે એક્ટર રણવીર સિંહ અને શાહિદ કપૂર વચ્ચે મતભેદ હોવાની વાતોએ પણ જોર પડક્યું છે. પરંતુ તેમાં પદ્માવતીનો રોલ કરી રહેલી દીપિકાની ખુશીનો કોઇ જ પાર નથી.  તે બોલિવુડના બંને હિરો સાથે પોતાની જોડી જમાવીને ખુશ છે.

રણવિર સિંહ તો તેનો ઓલટાઇમ ફેવરિટ પાર્ટનર  છે જ, પરંતુ દીપિકા લાંબા સમયથી જેની સાથે કામ કરવા માંગતી હતી તે શાહિદ પણ આ ફિલ્મમાં છે. એક ઇન્ટરવ્યુમાં દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે તે કયા એક્ટર સાથે કામ કરવા માંગે છે તો તેણે કહ્યું હતું કે તે શાહિદ સાથે કામ કરવા માંગે છે. દીપિકાએ વધુમાં કહ્યું કે તેને ફાઇંડિંગ ફેનીમાં શાહિદના પિતા પંકજ કપૂર અને રામલીલામાં શાહિદની સાવકી મા સુપ્રિયા પાઠક સાથે કામ કરવાની તક પ્રાપ્ત થઇ હતી. તે બંને કમાલના એક્ટર છે. દીપિકાના મતે શાહિદ પણ કમાલનો એક્ટર છે. તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવશે.

 

You might also like