વિરુષ્કા બાદ હવે દિપિકા-રણવીર? બોલિવુડમાં સગાઇની ચર્ચા

બોલિવુડ ફેન્સ માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન બાદ એકવાર ફરી મોટા જશ્ન મનાવવાનો સમય આવશે. અનુષ્કા-વિરાટ કોહલીના લગ્ન બાદ હવે ટોક ઓફ ધ ટાઉન કપલ રણવીરસિંહ અને દિપીકા પાદુકોણ આ વર્ષે લગ્નના બંધનમાં જોડાઇ તેવી ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે. એક મળતાં અહેવાલ મુજબ આ શુક્રવારે દિપિકા પદુકોણના જન્મદિવસે રણવીર-દિપિકા સગાઇ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

જાન્યુઆરીની 5 તારીખે બોલિવુડની હિરોઇન દિપિકા પદુકોણનો 32મો જન્મદિવસ આવી રહ્યો છે. સૂત્રોને મળતી માહિતી મુજબ પોતાના બોયફ્રેન્ડ રણવીરસિંહ સાથે દિપિકા પોતાના જન્મદિવસની ઉજવણી કરવા શ્રીલંકા પહોંચી છે.

આ જોડી પણ વિરાટ અને અનુષ્કાની જેમ ચુપચાપ સગાઇ કરે તેવી ચર્ચાએ જોર પકડયું છે. તે સિવય ખાસ વાત એ છે કે ગત વર્ષે ઓગસ્ટમાં જ્યારે વિરાટ-અનુષ્કા શ્રીલંકામાં હતા ત્યારે જ તેના ફેમીલી ગુરૂએ આ કપલના લગ્નની તારીખ શ્રીલંકામાં જ નક્કી કરી દીધી હતી.

દિપિકા-રણવીરના લગ્નની ચર્ચાને સાચી માનવામાં આવે તો તેઓ માલદીવના લકઝરી રિસોર્ટમાં બંને પરિવારે એકસાથે ન્યૂ યર સેલિબ્રેશન બાદ શ્રીલંકામાં દિપિકાના જન્મદિવસની ઉજવણીનો પ્લાન બનાવ્યો હતો. જન્મદિવસની ઉજવણી બાદ બંનેની સગાઇ સેરેમનીનું આયોજન થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

You might also like