શું તમે જોઇ છે દુનિયાની સૌથી ઊંડી ગુફા?

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ હોય છે જેને જોઇને ઘણા હેરાન પરેશાન થઇ જવાય છે. આજે અમે તમને એવી જ જગ્યા માટે કહેવા જઇ રહ્યા છીએ જેને જોઇને તમે આશ્વર્યમાં પડી જશો. અમે વાત કરી રહ્યા છીએ ક્રુબરા ગુફાની. આ દુનિયાની સૌથી ઊંડી ગુફા છે. આ ગુફા બ્લેક સાગરની તટ પર અબખાજિયામાં સ્થિત છે.

cave-2

આ ગુફાને જોવા માટે દેશ વિદેશથી અનેક લોકો ઊમટી પડે છે.અહીંયા વર્ષમાં ફક્ત 4 મહીના જ જવાની સિઝન હોય છે. આ ગુફાની શોધ 1960માં થઇ હતી. આ ગુફાને બોરોન્યા કેવ પણ કહેવામાં આવે છે. જો તમે પણ આ ગુફામાં જવા માટે વિચારી રહ્યા છો તો જણાવી દઇએ કે અહીં જવું એટલું સરળ નથી. આ ગુફાને સૌથી ઊંડી ગુફાનો દરજ્જો 2001માં મળ્યો હતો. અહીં તમે વર્ષના 4 મહીના જ જઇ શકો છો અને અહીંની રાજનીતિક હાલાત પણ બરોબર રહેતી નથી. ઘણા બધા ટૂરિસ્ટ આ ગુફાને જોવા આવે છે.

cave-3

You might also like