કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા ર૬૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ દીપક ઝાનો હોય તેવી પોલીસબેડામાં ચર્ચા છે.

આર્ચર કેર ડીજી એલએલપી કંપની વિનયે દીપક ઝાના ઇશારે ખોલી હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે સમગ્ર કૌભાંડના પરદા પાછળ દીપક ઝાની પણ મહત્વની ભૂમિકાના મામલે પણ તપાસ થઇ રહી છે. ચકચારી બનેલા આ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હજુ સુધી દીપક ઝાનું નામ સામે આવ્યું નથી.

વર્ષ ર૦૧૬માં દીપક ઝા અને તેના સાગરીતો વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દસ લાખની છેતરપીંડીની ફરિયાદ થઇ હતી.  વિનય શાહના રોજ એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

સોશિયલ મીડીયા પર વાઇરલ કરેલી ક‌િથત સ્યુસાઇડ નોટમાં વિનય શાહે ગુડમેન તરીકે જે દીપક ઝાનો ઉલ્લેખ કર્યો છે તે જ સમગ્ર કૌભાંડનો ગુરુ હોય તેવું લોકોમાં ચર્ચાય છે.

અત્યાર સુધી આ કૌભાડમાં રોજ વિનય શાહ, તેની પત્ની ભાર્ગવી શાહ, એજન્ટ દાનસિંહવાળા, મુકેશ સોની, સ્વપ્નિલ રાજપૂત, સુરેન્દ્ર રાજપૂત અને જે.કે.ભટ્ટ ચર્ચામાં રહ્યા છે ત્યારે હવે સમગ્ર કૌભાંડનો ભેજાબાજ વિનય નહીં, પરંતુ દીપક ઝા હોવાનું લોકો માની રહ્યા છે.

વર્ષ ર૦૧૬માં એપ્લીકેશન ડાઉનલોડ કરી ગ્રાહકો ઊભા કરવાની સ્કીમ હેઠળ એક વ્યક્તિ સાથે રૂ.૧૦,૮૨,૩૪૦ની છેતરપિંડી કરનારી કંપનીનાં સાત જણા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. ચાંદખેડામાં કનિદૈ આશ્રમરોડ સ્થિત સિટી ગોલ્ડ થિયેટર નજીક નેશનલ બિલ્ડીંગમાં આવેલી રેન મુદ્રા સર્વિસીસ કંપનીના સાત જણા સામે ફરિયાદ કરી હતી.

જેમાં દીપક ઝા, મનોજ માનસિંહ ચૌહાણ, પ્રણવ માનસિંહ ચૌહાણ, મુકેશ કટારા, રાજેન્દ્ર રાજપૂત, બિ‌પિન તિવારી અને તેની પત્ની અનુપા તિવારી વિરુદ્ધમાં ગુનો નોંધાયો હતો. દીપક ઝા અને તેની ટોળકીએ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની સ્કીમના આધારે કરોડો રૂપિયા ભેગા કરી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધમાં દસ લાખની છેતરપીંડીની ફરિયાદ કરી હતી.

સૂત્રો જણાવ્યા અનુસાર રેન મુદ્રા સર્વિસીસ નામની કંપની ચાલતી હતી ત્યારે દીપક ઝા વિનયને મળ્યો હતો અને તેને આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલવાનું માર્ગદર્શન આપ્યું હતું. વિનય અને તેની પત્નીએ આર્ચર કેર કંપની ખોલી ત્યારે રેન મુદ્રા સર્વિસીસની ઠગાઇ સામે આવતા દીપક ઝાને જેલમાં જવાનો વારો આવ્યો હતો.

દીપક જેલમાં બેઠા બેઠા વિનયને ધંધાની શિખામણ આપતો હતો. દીપક જેલમાંથી છૂટીને બહાર આવ્યો ત્યારે તે વિનય સાથે સક્રિય થયો હતો. સૂત્રોનું માનીએ તો આર્ચર કેર કંપનીમાં દીપક પણ પરદા પાછળનો ભાગીદાર છે. દીપકના દિમાગથી વિનયે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દીપક ઝા સાથે પ્રણવ ચૌહાણ, મુકેશ કટારા, મનોજ ચૌહાણનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. વિનયે લખેલી ક‌િથત સ્યુસાઇડ નોટમાં દીપક ઝાને ગુડમેન તરીકે દર્શાવ્યો છે ત્યારે અન્ય ત્રણ વ્યકિતઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

સીઆઇડી આ કેસમાં તપાસનો દોર શરૂ કર્યો છે અને વિનયના ઘર અને ઓફિસથી મહત્વના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ આ મામલે જણાવ્યુ છે કે દીપક ઝાનું નામ હજુ સુધી તપાસમાં સામે આવ્યું નથી કે અન્ય કોઇ વ્યકિતના પણ નામ સામે આવ્યા નથી.

You might also like