દીપાએ કહ્યુંઃ હવે પરિસ્થિતિ સુધરશે

અગરતલાઃ રિયો ઓલિમ્પિકમાં મામૂલી અંતરથી મેડલ ચૂકી ગયા છતાં કરોડો દેશવાસીઓનું દિલ જીતી લેનારી જિમનાસ્ટ દીપા કર્માકરનું પોતાના ઘેર પાછી ફરતાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨૧ વર્ષીય દીપાએ આ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું સૂત્ર પણ આપ્યું. દીપાએ કહ્યું, ”ત્રણ મહિના પહેલાં હું જૂનાં સાધનો સાથે પ્રેક્ટિસ કરી રહી હતી. અત્યાર સુધી ભારતમાં ઓલિમ્પિકના સ્તરની બેલેન્સ બીમ અને બાર નથી. મને આશા છે કે હવે પરિસ્થિતિ સુધરશે.”

દીપાના પિતા દુલાલ કર્માકરે કહ્યું, ”મને આવા શાનદાર સ્વાગતની આશા નહોતી. મેં અગાઉ પણ રસ્તા પર લોકોને જોયા હતા, પરંતુ અમારા સ્વાગત માટે આટા લોકોને જોવા એ અદ્ભુત વાત છે. મને દીપાના પિતા હોવાનો ગર્વ છે.

You might also like