ગાઢ ઉંઘમાં હોઈએ ત્યારા યાદો ગહેરી થાય

ગાઢ ઊંઘમાં હોઈએ ત્યારે શું થાય છે એ જાણવા માટે અમેરિકાના સંશોધકોએ એક સંશોધન હાથ ધર્યું. સંશોધનના અંતે તેઓ એ તારણ પર આવ્યા કે દિવસભરમાં જે બન્યું હોય અથવા આપણે જે કર્યુ હોય. એ બધી વસ્તુઓ ત્યારે જ્યારે આપણે ઉંઘમાં હોઈએ ત્યારે સ્લો વેવ સ્લિપના તબક્કામાં સ્મૃતિમાં સંઘરાઈ જાય છે.

કેલિફોર્નિયાની યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ઊંઘ દરમિયાન માણસના મગજમાં ઈનપુટ આપતાં સેન્સર્સ શર્ટડાઉન થઈ જાય છે. મગજની એક્ટિવીટી એટલી જ જળવાઈ રહે છે. ખાસ કરીને મગજના હિપ્પોકેમ્પસ નામના ભાગમાં બ્રેઈન એક્ટિવીટી ખૂબ વધી જાય છે. જે જાગૃત અવસ્થા દરમિયાન બનેલી યાદોને કોર્ટેક્સ નામના ભાગમાં ટ્રાન્સફર કરીને તેને લોંગટર્મ મેમરીમાં કન્વર્ટ કરે છે.

You might also like