સાવધાન… ૨૮ ઓક્ટોબરે ભારત પર ચક્રાવાત ત્રાટકશે

નવી દિલ્હી: બંગાળના અખાતમાં સર્જાયેલી સિસ્ટમ તાકાતવાર બની ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે ત્યારે અને આ સિસ્ટમ વધુ મજબૂત બની જતા થોડા કલાકો બાદ તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી ભારત તરફ આગળ ધપે તેવી સંભાવના જણાઈ રહી છે.  આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ડિપ ડિપ્રેશન પોર્ટ બ્લેરથી ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 550 કિમી દૂર છે. અને હાલ આ હવામાન સિસ્ટમની અંદર 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવાની લહેર ચાલી રહી છે. વેધર રડાર અને ઉપગ્રહ પરથી મળેલી જાણકારીના આધારે એવું અનુમાન કરી શકાય છે કે આ વેધર સિસ્ટમ આજે સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. જ્યારે આ વેધર સિસ્ટમ સાઈકલોન એટલે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે ત્યારે તે દરિયાની અંદર જ રહેશે.અને તેની અંદર ચાલતી હવાની ગતિ પ્રતિ કલાક 70 થી 80 કિમી સુધી પહોંચી જશે. સાઈકલોન સેન્ટરના જણાવ્યા અનુસાર ચક્રવાત સર્જાયા બાદ તેનું નામ કયાંત ચક્રવાત થઈ જશે. આ નામ મ્યાનમારે આપ્યું છે.

આ અંગે હવામાન વિભાગના એડીજી એમ.મહાપાત્રના જણાવ્યા અનુસાર આ વખતે જે સાઈકલોન સર્જાવા જઈ રહ્યું છે તે એક દુર્લભ પ્રકારનું છે. તેનું કારણ એ છે કે આ વેધર સિસ્ટમ મ્યાનમાર તટ તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ ત્યાંથી આ વેધર સિસ્ટમ બીજી તરફ વળી ગયું અને તે ભારત તરફ ફંટાઈ ગઈ છે.આ અગાઉ પણ 2013માં માદી ચક્રવાતી તોફાનમાં પણ આ પ્રકારની જ ગતિવિધિ થઈ હતી. આમાં ખાસ વાત એ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે. અને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે તે ચોકકસ છે. અત્યાર સુધી મળેલી વિગતોના આધારે એવું અનુમાન લગાવી શકાય છે કે આ ચક્રવાત 27 તારીખે ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીમાં પહોંચી જશે.પરંતુ આ સાઈકલોન ઓડિશા તરફ કે પશ્વિમ બંગાળ તરફ આગળ વધશે કે કેમ તે ચોકકસ જાણવા મળ્યું નથી. સાઈકલોન સેન્ટરના જણાવ્યા અનુસાર આ અંગે આગામી 24 કલાકમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે.

સાઈકલોન સેન્ટરના જણાવ્યા અનુસાર આ ચક્રવાતની અસરથી ઓડિશા અને પશ્વિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં હવાની ગતિમાં વધારો થશે.27 ઓકટોબરથી આ વિસ્તારમાં 55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ હવા વહેવા લાગશે.અને દરિયો તોફાની બનશે. અને આવી સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં નહિ જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે. અને એવી પણ સંભાવના વ્યકત થઈ રહી છે કે જો ચક્રવાતી તોફાન વધુ મજબૂત બનશે તો પવનની ગતિ પ્રતિ કલાક 90 થી 100 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.

You might also like