તમને ઝાંખી લાઈટ રાખવાનો શોખ છે, તો મૂર્ખ છો..

આજકાલ ઘર, ઓફિસ અને રેસ્ટોરાંમાં ડીમ લાઈટની ફેશન ચાલી છે, પરંતુ આ ફેશન તમારા મગજ પર અસર કરી શકે છે. અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોએ નાઈલ ગ્રાસ પ્રજાતિના ઉંદર પર પ્રયોગ કરીને આ તારવ્યું છે.

આ ઉંદર માણસની જેમ જ રાતે ઊંઘવાનું અને દિવસે ફરવાનું રૂટિન ધરાવતા હોય છે. અભ્યાસમાં નોંધાયું છે કે ઓફિસ અને ઘરમાં ડીમ લાઈટની ફેશનના કારણે શરીરની ડે-નાઈટ વિશેની સમજણ કન્ટ્રોલ કરતાં કેમિકલ્સમાં બદલાવ આવે છે. મતલબ કે ઝાંખો પ્રકાશ મગજને કન્ફયૂઝ કરે છે અને દૈનિક જીવનમાં જરૂરી બાબતોમાં મગજને નબળું પાડે છે.

You might also like