સુરત : હીરાવેપારીના 12 વર્ષીય પુત્ર ભવ્ય શાહે લીધી દીક્ષા

સુરતમાં એક હીરાના વેપારીનો 12 વર્ષના પુત્ર દિક્ષાએ લીધી છે. આ દિક્ષા સમારોહ દરમિયાન પુત્ર ભવ્યની જંગલ થીમ પર ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. સુરતના પાર્લેપોઇષન્ટ વિસ્તારમાં રહેતા દિપેશભાઇ હીરાના વેપારી છે. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરીઓ છે.

થોડા સમય પહેલા જ તેમની દિકરી પ્રિયાંશીએ દિક્ષા લીધી હતી.. ત્યારે હવે તેમનો બાર વર્ષનો દિકરો ભવ્ય પણ દિક્ષા લીધી છે. મંગળવારથી ભવ્યની દિક્ષાનો કાર્યક્રમ શરુ થયો હતો.. જૈન ધર્મગુરુને દિક્ષા અપાવવા માટે આમંત્રિત કરવામા આવ્યા હતા.

આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. મહત્વનુ છે કે, 12 વર્ષિય ભવ્યના દીક્ષા મહોત્સવમાં મંગળવારે પહેલા દિવસે નિશ્રાદાતા ગુણરત્નસૂરીજી, દીક્ષા માર્ગદર્શક રશ્મિરત્નસૂરીજી સહિતના 300થી વધુ સાધુ-સાધ્વીજીઓ જોડાયા હતા.. ભગવંતોનું સામૈયું અઠવાલાઈન્સ લાલ બંગ્લા દેરાસરથી શરૂ થયું હતું.

આ દરમિયાન 108 મહિલાઓએ માથા પર કળશ ધારણ કર્યું હતું.. ત્યાર બાદ બુધવારે બાહુબલી થીમ પર ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. બાહુબલીની થીમ પર વરઘોડો નીકળ્યો હતો… જેમાં હજારો લોકો જોડાયા હતા.

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

1 day ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

1 day ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

1 day ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

1 day ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

1 day ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

1 day ago