ફૂટબોલ રમવાથી મહિલાઓમાં હાઈ બ્લડપ્રેશર ઘટે છે

જે મહિલાઓને થોડકું જ વધુ હાઈ બ્લડપ્રેશર રહેતું હોય તેમણે વીકમાં બેથી ત્રણ વાર એક-એક કલાક માટે ફૂટબોલની ટ્રેનિંગ લેવાનું શરૂ કરવું જોઈએ. એમ કરવાથી બ્લડપ્રેશર, બોન-ડેન્સિટી અને શરીરમાં ફેટ-પર્સન્ટેજમાં લાંબા ગાળા સુધી પોઝિટિવ અસર પડે છે. ડેન્માર્કની યુનિવર્સિટીના રિસર્ચરોએ નોંધ્યું હતું કે જે મહિલાઓએ કદી ફૂટબોલની તાલીમ નહોતી લીધી તેમને વીકમાં ઓછામાં ઓછી બેથી ત્રણ વાર ફૂટબોલની ટ્રેનિંગ આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય પર ખૂબ સારી અસર પડે છે. અભ્યાસીઓનું કહેવું છે કે ઘણા બધા લાઈફ-સ્ટાઈલ ડિસીઝ માટે ફૂટબોલની રમત રમવાનું અસરકારક પ્રિવેન્શન બની શકે છે. ફૂટબોલ રમવા માટે હાઈ-પલ્સ ટ્રેઈનિંગ, સ્ટેમિના ટ્રેનિંગ આપવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like