રૂપિયામાં થયેલા ઘટાડાના પગલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

અમદાવાદ: સ્થાનિક બજારમાં આજે શરૂઆતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સોનામાં વધુ ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૩૧,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીના ભાવે પણ ૪૦,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૦૦-૨૫૦નો ઘટાડો નોંધાઇ ૩૪,૭૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ નોંધાતો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં જોવા મળેલી ઘટાડાની ચાલ તથા રૂપિયાની નરમાઇના પગલે સોના અને ઇક્વિટી બજારમાં જોવા મળેલા ઉછાળાના પગલે બુલિયન બજારના વેપારીઓ દ્વારા નવી ખરીદીના અભાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી છે.

જોકે બુલિયન બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટાડો ટૂંકા ગાળા માટેનો હોઇ શકે છે. આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. તેઓના કહેવા પ્રમાણે ડોલર ઇન્ડેક્સ મજબૂત છે ત્યારે રૂપિયો વધુ નબળો પડી શકે છે તથા વૈશ્વિક બજારમાં પણ ટ્રેડ વોરનું પેનિક હજુ યથાવત્ છે ત્યારે સોના અને ચાંદી બજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે.

You might also like