નોટબંધીથી કાશ્મીરમાં અલગતાવાદીઓના ઇશારે થતી હિંસામા ઘટાડો

નવી દિલ્હી : 500 અને 1000ની નોટ અમાન્ય જાહેર થવાની અસર કાશ્મીર ખીણ વિસ્તારમાં પણ પડી છે. ગૃહમંત્રાલયનાં સુત્રો અનુસાર નોટબંધી બાદ કાશ્મીરમાં અલગતાવાદીઓને ઉકસાવ્યા બાદ થતી હિંસામાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે કેટલીક વખત રિપોર્ટ આવી ચુક્યા છે કેખીણમાં અલગતાવાદીઓ સુરક્ષાદળો પર પત્થરમારો કરવા માટે સ્થાનિક લોકોને રોકડ રકમ ચુકવે છે.

ભાજપના જમ્મુ એકમને નોટબંધીને આર્થિક સર્જીકલ સ્ટ્રાઇક ગણાવી હતી. રવિવારે જમ્મુ કાશ્મીર ભાજપનાં પ્રવક્તા સુનીલ સેઠ્ઠીએ કહ્યું કે આ નિર્ણયે કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદીઓને નિષ્ક્રીય કરી દીધા છે. હવે ખીણ વિસ્તારમાં શાંતિ છે. કેન્દ્ર સરકારની તરફથી મોટી નોટો અમાન્ય કરીને પરોક્ષ શાંતિ લાવી દીધી છે.

સેઠ્ઠીએ કહ્યું કે આ સામાન્ય જાણકારીની બાબત છે કે ખીણમાં સીમા પારથી આવનાર નકલી નોટો અને હવાલાનાં પૈસાથી જ અશાંતિ ફેલાતી હતી. જો કે મોટી નોટોને અમાન્ય કરવાનાં નિર્ણયથી આ ઘટનાઓમાં એકાએક ઘટાડો નોંધાયો છે. આ ક્ષેત્રમાં હવે જે પણ તોફાની તત્વો હતા તે નાણા નહી મળવાનાં કારણે શાંત થઇ ચુક્યા છે.

You might also like