ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે દસ લાખ ચુકવવાનો નિર્ણય

અમદાવાદ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રીઓને મૃત્યુના સમયે અને માંદગી સમયે આર્થિક સહાય આપવામાં આવે છે. જે યોજના હેઠળ બી.સી.આઈ. એડવોકેટસ વેલ્ફેર કમિટી ફોર ધી સ્ટેટની એક મિટિંગ ચેરમેન આર.જી. શાહ તથા સભ્યો અનિલ સી. કેલ્લા તથા દિપેન કે. દવેની સંયુક્ત હાજરીમાં બોલાવવામાં આવી હતી.

જેમા સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા જિલ્લા અને તાલુકાના ધારાશાસ્ત્રીઓ તરફથી આવેલી ૫૦ જેટલી માંદગી સહાયની અરજીઓ વિચારણા માટે હાથ પર લેવામાં આવી હતી. અને તે અરજીઓમાં ધારાશાસ્ત્રીઓની માંદગી અને તેઓને માંદગી સમયે થયેલ ખર્ચને લક્ષમાં રાખી કુલ્લે આશરે દસ લાખ રૃપિયા જેટલી રકમ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન માંદગી સહાય યોજના હેઠળ ધારાશાસ્ત્રીઓને આશરે રૃપિયા એક કરોડ ઉપરાંતની રકમ ચુકવવામાં આવી રહી છે.

You might also like