મુંબઇ: શેરબજારમાં પાછલા કેટલાક સેશનથી સુધારાની ચાલ નોંધાતી જોવા મળી રહી છે. સેન્સેક્સે ૨૭ હજારની સપાટી ક્રોસ કરી દીધી છે ત્યારે વૈશ્વિક નાણાકીય સેવા પૂરી પાડતીકંપની એચએસબીસીના જણાવ્યા પ્રમાણે કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બર સુધીમાં બીએસઇ સેન્સેક્સ ૩૦,૫૦૦ની સપાટીએ પહોંચવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. તેના રિપોર્ટમાં વધુમાં જણાવ્યા પ્રમાણે નોટબંધી અને ત્યાર બાદ જીએસટી જેવા આર્થિક સુધારાના કારણે લાંબા ગાળે આર્થિક વૃદ્ધિને વેગ મળશે.
જોકે રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં કરાયેલા સુધારાઓ ચેલેન્જિંગ છે, પરંતુ ટેક્સની આવકમાં વધારાથી તથા વેપાર કારોબારના અનુકૂળ માહોલના આર્થિક વિકાસમાં લાભ મળશે. નોંધનીય છે કે વૈશ્વિક શેરબજારોમાં પાછલાં કેટલાક સમયથી અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પાછલા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં જોવા મળેલા સુધારાના પગલે સ્થાનિક બજારમાં પણ સુધારાની ચાલ જોવાઇ હતી. નિફ્ટીએ આજે શરૂઆતે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૮,૪૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી.
http://sambhaavnews.com/