ડિસેમ્બરમાં કોમોડિટી કારોબારમાં ભારે ઘટાડો

મુંબઇ: ડિસેમ્બર મહિનામાં કોમોડિટી કારોબારમાં ભારે ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. કોમોડિટીનાં બે મુખ્ય એક્સચેન્જ-એક એ‌ગ્રિ. કારોબાર સાથે તો બીજુ મેટલ અને એનર્જી પ્રોડક્ટના કારોબાર સાથે જોડાયેલ છે. ડબ્બા કારોબારીઓ દ્વારા ક્રોસ હેજિંગ ન કરવાના કારણે એગ્રિકલ્ચર માર્કેટમાં પણ કારોબાર ઘટી રહ્યો છે. મોટા ભાગના કારોબારીઓ નોટબંધીના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ઉકેલ લાવવા વ્યસ્ત હતા, જેના પગલે કોમોડિટી કારોબાર ઉપર પણ અસર થઇ છે. ડિસેમ્બર મહિનામાં દૈનિક એવરેજ કોમોડિટી કારોબાર ઘટીને ૧૭,૪૯૨ કરોડનો જોવાયો હતો, જે ડિસેમ્બર-૨૦૧૫માં રૂ. ૧૯,૭૧૦ કરોડ હતો.

વર્ષના દૈનિક એવરેજ સ્તરની સરખામણીએ ડિસેમ્બરમાં કોમોડિટી કારોબારમાં ભારે ઘટાડો નોંધાયો છે. એનસીડીઇએક્સના કારોબારમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એક્સચેન્જના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે નોટબંધીના કારણે હાજર બજારના કારોબારમાં ઘટાડો નોંધાયો છે અને ડેરીવેટિવ બજારમાં પણ તેની અસર નોંધાઇ છે. નોટબંધી જેવા મોટા સુધારાના કારણે કારોબાર પ્રભાવિત થયો છે. કોમોડિટી કારોબારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં અન્ય મહિનાઓની સરખામણીએ કારોબાર ઓછો થાય છે. આ વખતે નોટબંધીના કારણે ડબલ માર પડ્યો છે.

home

You might also like