સ્મૃતિનાં કાફલાની ગાડીનો અકસ્માત નહી : મૃતકની પુત્રીએ લગાવ્યો અમાનવીયતાનો આરોપ

નવી દિલ્હી : મથુરામાં યમુના એક્સપ્રેસ હાઇવે રત થયેલા અકસ્માતમાં એક ડોક્ટરનું મોત નિપજ્યું હતું. જો કે આ મુદ્દે એચઆરડી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જે ગાડી બે ગાડીઓનો અકસ્માત થયો તે પૈકીની એક પણ ગાડી એચઆરડી મંત્રાલયની નહોતી. ઘાયલોની મદદ નહી કરવાનાં આરોપ અંગે મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું કે મંતરી મથુરાનાં એસએસપીને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવા અને શક્ય તેટલી ઝડપી મદદ લાવવા માટે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા ડોક્ટર રમેશ કુમાર નાગરની પુત્રીએ આરોપ લગાવ્યો કે જો ઇરાનીએ મદદ કરી હોત તો તેનાં પિતા આજે જીવતા હોત.નાગરનાં પરિવારે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં સ્મૃતિ ઇરાનીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એસએસપી માથુરે જણાવ્યું કે અકસ્માત મુદ્દે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૃતક ડોક્ટરની પુત્રીએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે સ્મૃતિ ઇરાનીએ તેઓની મદદ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

અકસ્માત બાદ સ્મૃતી ઇરાની નીચે ઉતર્યા હતા પરંતુ કોઇ તૈયાર થયું નહોતું. તે માત્ર નીચે ઉતરીને અકસ્માત જોયો અને પછી ગાડીમાં પાછા બેસીને ચાલવા લાગ્યાહ તા. મૃતકનાં પુત્ર અભિષેકે જણાવ્યું કે સ્મૃતિએ એક પણ વાર અમારી હાલત જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. જો કે મંત્રીએ શનિવારે ટ્વિટ કર્યું કે ઘાયલોની હોસ્પિટલ પહોંચીને મદદ કરવામાં આવી.
ઘટના નજરે જોનારા સાક્ષીઓનાં અનુસાર એક બાઇક જઇ રહી હતી. ત્યારે અચાનક એક હોન્ડા સિટી ગાડીએ બાઇકને ટક્કર મારી હતી. આ જ ગાડીની પાછળ સ્મૃતિ ઇરાનીની કારનો કાફલો હતો. જો કે આ ટક્કરમાં કાફલાની ગાડીઓનો આંતરિક રીતે ટકરાઇ હતી. પરંતુ અકસ્માતમાં કોઇ ગાડી ટકરાઇ નહોતી.

You might also like