વડોદરા: મહિલાઓ સાથે કામલીલા કરનાર વ્યાભિચારી ડૉ.પ્રતીક જોષી આખરે ઝડપાયો

અમદાવાદ: મહિલાઓ સાથે કામલીલા આચરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા વ્યાભિચારી ડૉ.પ્રતિક જોષીને પોલીસે આખરે ઝડપી લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે.

વડોદરા જિલ્લાના અનગઢ ગામનાં ડૉ.પ્રતીક જોષીએ મહિલાઓ સાથે આચરેલી કામલીલાની વીડિયો તેના કમ્પાઉન્ડર તથા મિત્રોએ વાઇરલ કરી દેતા ભોગ બનનાર એક મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કામલીલાની વિડીયો વાઇરલ થતા આ વ્યાભિચારી ડૉ.પ્રતીક જોષી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

ડૉ.પ્રતીક જોષી તેના પિતા સાથે તેના વતનમાં હોવાની બાતમી મળતા પોલીસે તેના વતન અને ગાંધીનગર સ્થિત તેની સાસરીમાં તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. અનગઢ ઉપરાંત કોટણ રામપુરા અને ભવાનીપુરાની મહિલાના પણ વિડીયો ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

વીડિયો ક્લિપથી ધમકી આપી ડૉ.પ્રતીક જોષીને ભીંસમાં લઇ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ અને આ ગામના ડેપ્યુુટી સરપંચ મહેન્દ્ર ગો‌િહલ અને વિક્રમ પરમાર નામના શખસે ડૉ.પ્રતિક જોષીનો તોડ કરી પૈસા પડાવ્યા હતા. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી રીમાન્ડ પર મેળવ્યા હતા. હાલ આ શખસો જેલમાં છે.

કામલીલા આચરનાર ડૉ.પ્રતીક જોષી ક્યાં છૂપાયો છે તે અંગે પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો છે. આ સંદર્ભમાં અનેક લોકોનાં નિવેદનો લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like